જયાં સુધી વેક્સિન ન શોધાય ત્યાં સુધી કોરોનાના દર્દીઓ માટે આશીર્વાદ રૂપ છે પ્લાઝમા થેરાપી

01 April 2020 05:27 PM
India
  • જયાં સુધી વેક્સિન ન શોધાય ત્યાં સુધી કોરોનાના દર્દીઓ માટે આશીર્વાદ રૂપ છે પ્લાઝમા થેરાપી

'ન મામા કરતા કાણો મામો સારો' જેવી પ્લાઝમા થેરાપી શું છે? : જયારે ઈબોલાની રસી નહોતી શોધાઈ ત્યારે પ્લાઝમા થેરાપીથી થતો હતો ઈલાજ

નવીદિલ્હી: જયાં સુધી ઈબોલા વાઈરસની વેકિસન નહોતી બની ત્યાં સુધી તેના અનેક દર્દીઓનો ઈલાજ પ્લાઝમા થેરાપીથી થયા હતા. જો કોરોનાથી વેકિસીનમાં સફળતા મળે તો બની શકે કે કોરોનાની વેકિસન આવતા સુધી કોરોનાનો ઈલાજ પણ આ પ્લાઝમાં થેરાપીથી થઈ શકે છે.

નેશનલ સેન્ટર ફોર બાયો ટેકનોલોજી ઈન્ફોર્મેશન અનુસાર યુએસના ફૂડ એન્ડ એડમિનિસ્ટ્રેશન (એફડીએ) દ્વારા એપ્રુવ ઈબોલા વેકિસન ડિસેમ્બર 2019 માં તૈયાર થઈ છે એ પહેલા પેશન્ટને આ વાઈરસથી બચાવવા માટે પ્લાઝમા થેરાપી દ્વારા પેસિવ ઈમ્યુનિટી અપાઈ હતી. હવે જયારે કોરોના મહામારી રૂપે સામે આવ્યો છે તો આ દિશામાં સંશોધકોને એક નવો પડકાર મળ્યો છે. જો આ શોધનુ પરિણામ પક્ષમાં આવે છે તો બની શકે કે કોરોનાથી વેકિસન આવતા સુધીમાં તેનો (કોરોનાનો) ઈલાજ પણ પ્લાઝમાં થેરાપીથી જ કરવામાં આવે.

કોવિડ-19 ના જે દર્દીઓ આ બિમારી સામે લડીને સ્વસ્થ થયા છે, તેમના શરીરમાં બનનારી એન્ટી બોડીઝની મદદથી આ બિમારીથી ગ્રસ્ત થઈ રહેલા નવા દર્દીઓનો ઈલાજ સંભવ થઈ શકે, આ દિશામાં પણ હેલ્થ એકસપર્ટ ઝડપથી કામ કરી રહ્યા છે.

એન્ટી બોડીઝ કોઈ પણ વ્યકિતના શરીરમાં એ સમયે વિકસીત શરૂ કરે છે જયારે વાઈરસ તેના શરીર પર એટેક કરે છે. આ એન્ટી બોડીઝ વાઈરસ પર એટેક કરે છે અને તેને ડિએકિટવેટ કરવાનું કામ કરે છે.

ડોકટરોએ એ પણ જાણ્યું કે જયારે પેશન્ટ કોરોના વાઈરસ સાથે લડીને સ્વસ્થ થઈ જાય છે ત્યારે પણ આ એન્ટી બોડીઝ તેના શરીરમાં લોહીની અંદર લાંબા સમય સુધી પ્રવાહિત રહે છે, આ કારણે આવા દર્દીના શરીર આ બિમારીના વાઈરસને ઓળખીને તેની સાથે લડવા માટે દર સમયે તૈયાર રહે છે. એટલે વૈજ્ઞાનિકોએ દિશામાં પણ કામ કરી શકે છે કે એન્ટી બોડીઝ સર્વાઈવિંગ પેશન્ટના શરીરમાંથી કાઢીને ઈન્ફેટેડ લોકોની અંદર ઈન્જેકટ કરે (નાખે) આનાથી પેશન્ટની ઈમ્યુન સિસ્ટમ આ એન્ટીબોડીઝની મદદથી તેમના જેવા અનેક વધુ એન્ટી બોડીઝ બનાવવાનું શરૂ કરી દેશે. આ પ્રકારની થેરાપીને મેડિકલની દુનિયામાં પ્લાઝમા (ડિરાઈડ થેરાપી) કહેવામાં આવે છે.

આ રીતે કોઈ બિમારીના ઈલાજ માટે બીજાના શરીરમાંથી ઈલાજ માટે બીજાના શરીરમાંથી કાઢીને અન્ય દર્દીના શરીરમાં ઈન્જેકટ કરાયેલી એન્ટીબોડીઝ બાદ તેના શરીરમાં જે ઈમ્યુનિટી ડેવલપ થાય છે તેને પેસીવ ઈમ્યુનિટી કહેવાય છે. પરંતુ પેસિવ ઈમ્યુનાઈઝેશનથી લાંબા સમય સુધી રક્ષણની ગેરંટી નથી હોતી, કારણ કે શરીરે એન્ટીબોડીઝને જાતે જ પ્રોડયુસી કરવા તૈયાર નથી કર્યા બલ્કે બહારના સેલ્સની મદદથી આ કામ કર્યુ છે. એટલે કે આવી ઈમ્યુનિટી વ્યકિતના શરીરમાં કેટલાક સપ્તાહ કે મહિના સુધી રહી શકે છે.

હાલ કોરોના વાઈરસની વૈકલ્પીક સામાન્ય જન સુધી પહોંચતા એકથી દોઢ વર્ષ લાગી શકે તેમ છે ત્યારે સુધી પ્લાઝમા થેરાપી કોરોનાથી લોકોના જીવ બચાવવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે.Loading...
Advertisement