ચીનમાં લક્ષણો વિનાના કોરોનાના 1541 કેસો નીકળ્યા: વાઈરસનો નવો તબકકો? ગભરાટ

01 April 2020 03:46 PM
India World
  • ચીનમાં લક્ષણો વિનાના કોરોનાના 1541 કેસો નીકળ્યા: વાઈરસનો નવો તબકકો? ગભરાટ

કોરોનાનો કહેર શરૂ થયા પછી ચીન દ્વારા પ્રથમ વખત એવો ધડાકો કરવામાં આવ્યો છે કે દેશમાં 1541 કેસો એવા છે જેનામાં કોરોનાના કોઈ લક્ષણો નથી. આ લોકોમાં કોરોનાના વાઈરસ છે છતા કોઈ લક્ષણ દેખાતા નથી.

સ્થિતિ નિયંત્રણમાં આવ્યા બાદ ચીને મોટા ભાગના અંકુશો ઉઠાવી લીધા છે. ત્યારો લક્ષણો વિનાના કોરોના દર્દીઓ નવુ કોરોના મોજુ સર્જે અને નવો તબકકો પ્રસરવાની દહેશત ઉભી થઈ છે. આ દર્દીઓ ચેપ ફેલાવી શકે છે.


Loading...
Advertisement