ભાવનગર જેલમાંથી 73 કેદીઓને પેરોલ મુકત કરાયા; 14 એપ્રિલે હાજર કરાશે

01 April 2020 01:12 PM
Bhavnagar
  • ભાવનગર જેલમાંથી 73 કેદીઓને પેરોલ મુકત કરાયા; 14 એપ્રિલે હાજર કરાશે

તમામ કેદીઓને અનાજની કિટ આપી ઘરે પહોંચાડવાની વ્યવસ્થા પણ કરાઈ

ભાવનગર તા.1
ભાવનગર જેલમાંથી 73 કેદીઓને પેરોલ પર છોડવામાં આવ્યા છે.
કોરોનાના કહેર વચ્ચે ભાવનગર જીલ્લા જેલમાં હાલ 479 કાચા- પાકા કામના કેદીઓ છે. જેમાંથી 73 કેદીઓને પેરોલ અપાયા છે. જેમાં ટેમ્પરરી અને તા.14/4 સુધીમાં પેરોલનો સમાવેશ થાય છે. જો કે પેરોલ અપાયેલા કેદીઓને લીગલ એડવાઈઝરી દ્વારા અનાજની કીટો પણ આપવામાં આવી છે.
ભાવનગર જીલ્લા જેલર જે.આર. તરાડના જણાવ્યા મુજબ સરકાર દ્વારા કોરોના વાઈરસને ધ્યાને લઈ 7 વર્ષથી ઓછી સજાવાળશ 34 કાચા કામના કેદી અને 18 પાકા કામના કેદીને ટેમ્પરરી પેરોલના ભાવનગરના જુદા જુદા જજોની પેનલે ઓર્ડર કર્યા છે. આમ ભાવનગર જીલ્લામાંથી 479 પૈકી 73 કેદીઓને છોડવામાં આવ્યા છે.


Loading...
Advertisement