પોલીસની ગાડી જોઇ જુગાર રમતા શખ્સો ભાગ્યા; કુવામાં પડતા એક મોત

01 April 2020 01:11 PM
Bhavnagar Crime
  • પોલીસની ગાડી જોઇ જુગાર રમતા શખ્સો ભાગ્યા; કુવામાં પડતા એક મોત

ભાવનગર જિલ્લાના સોનગઢ ગામે બનેલ બનાવ

વિપુલ હીરાણી, ભાવનગર,તા. 1
ભાવનગર પંથકમાં પોલીસની ગાડી જોઇ જુગાર રમતાં શખ્સોએ દોટ મુકતા એક શખ્સનું કુવામાં ખાબકતા મોત નિપજ્યાનો બનાવ બનવા પામ્યો છે.
મળતી વિગતો મુજબ ભાવનગર જિલ્લાનાં સોનગઢ તાબેનાં કલકોરીયા ગામની સીમમાં આવેલ વાડીમાં રાત્રે પાંચ શખ્સો જુગાર રમતાં હતાં. ત્યારે પેટ્રોલીંગમાં નીકળેલ પોલીસ જીપને જોઇ આ શખ્સો ભાગ્યા હતા. જે પૈકી ભગવાનભાઈ પ્રેમજીભાઈ જમોડ (ઉ.32)નું વાડીમાં આવેલ કૂવામાં ખાબકતા મોત નિપજ્યું હતું. આ બનાવથી ગામમાં ચકચાર મચી જવા પામી હતી.


Loading...
Advertisement