જામકંડોરણા ખોડલધામ સેવા સમિતિ દ્વારા માનવતાની મહેક : ગરીબ પરિવારો માટે ભોજન વ્યવસ્થા

01 April 2020 01:10 PM
Dhoraji
  • જામકંડોરણા ખોડલધામ સેવા સમિતિ દ્વારા માનવતાની મહેક : ગરીબ પરિવારો માટે ભોજન વ્યવસ્થા
  • જામકંડોરણા ખોડલધામ સેવા સમિતિ દ્વારા માનવતાની મહેક : ગરીબ પરિવારો માટે ભોજન વ્યવસ્થા

(સાગર સોલંકી/ભોલાભાઇ સોલંકી) ધોરાજી તા.1
જામકંડોરણા ખાતે લોક ડાઉન ના સમયે જામકંડોરણા ખોડલધામ સેવા સમીતી ના યુવાનો દ્રારા આજે છેલ્લા 6 દિવસ થીયા બંન્ને ટાઈમ ગરીબ પરીવાર ને ભોજન વ્યવસ્થા કરીને માનવતા નો ધોધ વહાવ્યો છે.
હાલના કોરોના વાયરસ નો જે પ્રકોપ દેશ દુનિયાની સાથોસાથ ગુજરાત રાજ્યમાં પણ ફેલાયેલ હોઈ, આવી વિપદા સમયે રાજ્ય સરકાર તરફથી નાગરિકોના બચાવ માટે અથાગ પ્રયત્નો અને પરિશ્રમ કરવામાં આવી રહેલ છે, જામકંડોરણા સહિત ગુજરાત ભર લોક ડાઉન પગલે પોલીસ તંત્ર દ્વારા અમલવારી કરવામાં આવી રહી છે.જામકંડોરણા ખોડલધામ સેવા સમીતી દ્રારા તાલુકા ભર પરપ્રાંતીય મજુરી તથા ગરીબ પરીવાર વ્હારે આવી છે જામકંડોરણા ખોડલધામ સેવા સમીતી ના યુવાનો આજે છેલ્લા છ દિવસ થીયા ગરીબ પરીવાર ને બંન્ને ટાઈમ ભોજન કરાવી માનવતા મહેકાવી છે આ તકે રાજકોટ દુધ ઉત્પાદક સેવા સંધ ના ચેરમેન ગોવિંદભાઈ રાણપરીયા આ સેવાકીય પ્રવૃત્તિ મા જોડાયા છે. ત્યારે આ ભગીરથકાર્ય સમાન આ અન્નક્ષેત્ર ને કેબિનેટ યુવા મંત્રી જયેશભાઇ રાદડીયાએ જામકંડોરણા ખોડલધામ સેવા સમીતી ના ક્ધવીનર તથા સભ્યો ની આ સેવા ને બીરદાવી હતી અને જામકંડોરણા ની જનતા ને સંદેશ આપ્યો હતો કે સરકાર દ્વારા આપવામાં આવેલ લોક ડાઉન ના સમય કોરોના ના પ્રકોપથી બચવા માટે ધર મા જ સુરક્ષિત રહો.


Loading...
Advertisement