જૂનાગઢ જિલ્લામાં મુખ્યમંત્રી રાહતફંડમાં રૂા.15.20 લાખનું ફંડ એકત્ર થયું

01 April 2020 01:08 PM
Junagadh Saurashtra
  • જૂનાગઢ જિલ્લામાં મુખ્યમંત્રી રાહતફંડમાં રૂા.15.20 લાખનું ફંડ એકત્ર થયું

કુલ 11.68 લાખ લોકોની આરોગ્ય તપાસ : ફૂડ પેકેટોનું વિતરણ

જૂનાગઢ તા.1
કોરોનાં વાયરસ સંદર્ભે લોકોને ઉપયોગી થવા મુખ્યમંત્રી રાહતફંડમાં સમાજશ્રેષ્ઠીઓ, ધાર્મિક, સ્વેચ્છીક, સામાજીક, સેવાભાવી સંસ્થાઓ તેમજ વ્યક્તિગત લોકો દાન આપી રહ્યા છે. જેમાં તા. 31 માર્ચ સુધીમાં જૂનાગઢ જિલ્લાની વિવિધ સંસ્થાઓ દ્વારા કુલ રૂા. 1520322/નું દાન પેટે મળેલ છે. જિલલ કલેકટરશ્રીને ચેક દ્વારા આ નાણાં વિવિધ સંસ્થાઓ આપેલ છે. મુખ્યમંત્રીનાં રાહતફંડમાં દાન આપનાર દાતાશ્રીઓમાં રૂા. 11 લાખ શ્રી સ્વામિનારાયણ મુખ્યમંદિર જૂનાગઢ, ભુતનાથ મહાદેવ મંદિર રૂા. એક લાખ, વનરાજ પ્રોટીન્સ ઈન્ડસ્ટ્રીઝ તરફથી રૂા. એક લાખ, ચાપડીયા મેડીકલ હોસ્પીટલ તરફથી રૂા. એક લાખ, મધુરમ ક્ધસ્ટ્રકશન તરફથી રૂા. એકાવન હજાર ભીખુદાનભાઇ ગઢવી તરફથી રૂા. એકાવન હજાર, શ્રી પરશુરામ ફાઉન્ડેશન તરફથી રૂા. અગીયાર હજાર, સપના એસ.ગજ્જર તરફથી રૂા. 5100/ તેમજ પરોશત્તમ મોઢવાડીયા અને વી.એમ. સોલંકી તરફથી રૂા. 1100/ મળીને કુલ 15 લાખ 20 હજાર 322 રૂપિયાનું જૂનાગઢ જિલ્લામાંથી દાન પ્રાપ્ત થયુ છે.

ફુડ પેકેટોનું વિતરણ
જરૂરીયાતમંદો તેમજ ઝુપડપટ્ટીમાં રહી ગુજરાતન ચલાવતા લોકો તેમજ શ્રમીકો માટે જિલ્લા વહિવટીતંત્ર દ્વારા સામાજીક સ્વૈચ્છીક સંસ્થાઓનાં સહયોગથી ફુડ પેકેટ આપવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જૂનાગઢ જિલ્લામાં કુલ 11064 ફુડ પેકેટનું 30 માર્ચ સુધીમાં વિતરણ કરવામાં આવ્યુ છે.

4061 પાસ અપાયા
જિલ્લામાં કોરોનાં વાયરસ સંદર્ભે લોકોને જીવન જરૂરીયાતની આવશ્યક ચિજવસ્તુઓ તેમજ ફળફળાદી, શાકભાજી, દુધ, દવા વિગેરે સરળતાથી મળી તે માટે ગઇકાલ સુધીમાં 4061 દુધ વિક્રેતાઓ, મેડિકલ સ્ટોર્સ, ગ્રોસરી સહિતનાં આવશ્યક સેવાઓમાં આવતા દુકાનદારોને પાસ આપવામાં આવ્યા હતા. 1700 આરોગ્ય કર્મીઓ 24 કલાક સેવામાં છે. જિલ્લામાં કુલ 1પ.27 વસ્તી પૈકી 11.68 લાખ લોકોની આરોગ્ય તપાસ પૂર્ણ થઇ છે.


Loading...
Advertisement