મારૂતી કુરીયર સર્વિસીઝની આફત વેળાએ મોટી સખાવત; 1 કરોડ 8 લાખનું દાન કર્યું

01 April 2020 01:07 PM
Rajkot Saurashtra
  • મારૂતી કુરીયર સર્વિસીઝની આફત વેળાએ મોટી સખાવત; 1 કરોડ 8 લાખનું દાન કર્યું
  • મારૂતી કુરીયર સર્વિસીઝની આફત વેળાએ મોટી સખાવત; 1 કરોડ 8 લાખનું દાન કર્યું
  • મારૂતી કુરીયર સર્વિસીઝની આફત વેળાએ મોટી સખાવત; 1 કરોડ 8 લાખનું દાન કર્યું
  • મારૂતી કુરીયર સર્વિસીઝની આફત વેળાએ મોટી સખાવત; 1 કરોડ 8 લાખનું દાન કર્યું

પી.એમ. ફંડમાં સહાય અર્પણ કરી; મહારાષ્ટ્ર, ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જરૂરિયાતમંદોને ભોજનની સેવા

રાજકોટ, તા. 1
સમગ્ર દેશમાં કોરોના વાયરસની વૈશ્ર્વિક સમસ્યાને ધ્યાને લઈ દેશનાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ લોકડાઉન સાથે જરૂરિયાત મંદો માટે સ્વૈચ્છીક યોગદાનની અપીલ કરતા તેના પ્રતિસાદ રૂપે શ્રી મારૂતી કુરીયર સર્વિસીઝનાં રામભાઈ મોકરીયા અને તેમના પુત્રો અજયભાઈ મોકરીયા (એમ.ડી.) અને મૌલીક મોકરીયા (જુ.એમ.ડી.) એ રૂા.1,08,00,000 પી.એમ. કેર ફંડમાં સહાય અર્પણ કરી છે.

સમગ્ર દેશમાં કુરીયર ક્ષેત્રે નં.1 શ્રી મારૂતી કુરીયર સર્વિસીઝ પ્રા.લી. સામાજીક ઉતરદાયિત્વ નિભાવવા સાથે કપરી પરિસ્થિતિમાં જનતાને આર્થિક સહયોગ સાથે સ્વને ભૂલીને સ્વદેશની જનતાની સેવામાં તત્પર રહે છે.કોરોના વાયરસની મહામારીમાં પીએમ કેર ફંડમાં રૂા.1,08,00,000 આર્થિક યોગદાન ઉપરાંત અમદાવાદ, રાજકોટ, ભુજ, બરોડા, સુરત, મુંબઈ, જયપુર, દિલ્હી વિ. શહેરોમાં અલ્પાહાર અને ભોજનની વ્યવસ્થા ગોઠવનાર મારૂતી કુરિયરનાં અજયભાઈ મોકરીયા અને મૌલીક મોકરીયાએ જણાવ્યું છે કે, ભારતની યુવા પેઢીએ રાષ્ટ્રનું ભવિષ્ય છે.

આવનાર સમયમકાં આવી આફતો સામે લડવા દેશને સક્ષમ બનાવવો તે યુવા પેઢીની જવાબદારી છે પ્રાણાયમ, પર્યાવરણનું રક્ષણ, વ્યસન મુકિત તંદુરસ્તીને લગતી જાગૃતિ અને મેડીકલ ઈન્ફ્રાસ્ટ્રકચરને અગ્રતા આપવી તે વિકાસનું એક મહત્વનું સોપાન ગણાશે પરસ્પર સહકાર અને સમજણથી દેશની એકતા આ આફતમાં પણ વિજયમાં પરિવર્તિત થઈ જશે.


Loading...
Advertisement