પત્નીનું અવસાન થતા પતિ સહિત ચાર વ્યક્તિઓને વતન જવા પાસ અપાયા

01 April 2020 01:05 PM
Rajkot Saurashtra
  • પત્નીનું અવસાન થતા પતિ સહિત ચાર વ્યક્તિઓને વતન જવા પાસ અપાયા

રાજકોટ જિલ્લા કલેક્ટરને વિનંતી કરતા પોલીસને સુચના આપી મોરવાહડફ જવા વાહન પણ ફાળવાયું

રાજકોટ,તા. 1
રાજકોટમાં મજુરી કામ કરી પેટિયું રળતા એક શ્રમિકની પત્નીનુ તેના વતન મોરવાહડફ ખાતે અવસાન થતા વતન જવા માટે કલેક્ટર રેમ્યા મોહનને રજૂઆત કરતા આ વ્યક્તિઓ સહિત ત્રણને વતનમાં જવા વાહન પાસ અને વાહનની પણ વ્યવસ્થા જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને કરી હતી.

રાજકોટ જિલ્લાના અધિક નિવાસી કલેક્ટર પરિમલ પંડ્યાએ જણાવ્યું હતું કે કોરોના વાયરસની હાલમાં પ્રવર્તી રહેલ પરિસ્થિતિને ધ્યાને લઇ તથા સમગ્ર ભારત લોકડાઉન હોય મુળીયા માનસિંહ સોમાભાઈની તા. 31-3-2020નો વિનંતીપત્ર અત્રેને મળેલ હતો.

જે પત્રની વિગતે મુણીયા માનસિંહ સોમાભાઈનાં પત્ની નંદુબેન માનસિંહ મુણીયાનું અવસાન તા. 30નાં રોજ થયેલ છે. મુનીયા માનસિંહ સોમાભાઈએ મરણ પ્રમાણપત્રથી રાજકોટ પરત આવવા મંજૂરી આપવા વિનંતી કરેલ છે જેથી નીચે જણાવ્યા મુજબનાં 3 વ્યકિતઓને તા. 31-3-2020નાં રાજકોટથી રજાયતા ગામ (જિ. પંચમહાલ) જવા તથા તા. 2-4-2020નાં રોજ રજાયતા ગામ (જિ. પંચમહાલ)થી રાજકોટ પરત આવવા આથી પરવાનગી આપવામાં આવે છે. ઉપરોક્ત તમામ 4 વ્યકિતઓએ રાજકોટ પરત આવ્યે અત્રેની કચેરીને જાણ કરવાની રહેશે.

જે વ્યક્તિને મંજૂરી અપાઇ છે તેમાં મુણીયા માનસિંહ સોમાભાઈ,, મુણીયા ભુપતભાઈ વીરસીભાઈ તથા મુણીયા ગોવિંદભાઈ પારસીંગભાઈનો સમાવેશ થાય છે.


Loading...
Advertisement