ઘોડેસવારી કરતો જાડેજા

01 April 2020 12:49 PM
Rajkot Saurashtra
  • ઘોડેસવારી કરતો જાડેજા

રાજકોટ: હાલના લોકડાઉનના સમયમાં સૌ કોઈ પ્લેયર પોત પોતાના પરિવાર સાથે સમય વિતાવી રહ્યા છે અને પોતાના મનગમતા કામ કરતા જોવા મળી રહ્યા છે. ઈન્ડિયન ક્રિકેટ ટીમના ઓલ રાઉન્ડર રવીન્દ્ર જાડેજા પણ પોતાની ફેવરીટ એકિટવિટી કરતો જોવા મળી રહ્યો છે, આ વિડિયો સોશ્યલ મીડિયામાં અપલોડ કર્યો હતો.

વાસ્તવમાં જાડેજા આ વિડિયોમાં હોર્સ-રાઈડિંગ કરતો જોવા મળી રહ્યો અને એ પણ એકદમ આત્મ વિશ્ર્વાસ સાથે. સફેદ ઘોડાની સવારી કરતો વિડિયો અપલોડ કરીને જાડેજાએ એને પોતાની ‘ઓલ ટાઈમ ફેવવિટ’ એકિટવિટી કરી હતી. થોડા સમય અગાઉ પણ રવીન્દ્ર જાડેજાએ એક વિડિયો અપલોડ કર્યો હતો જેની સાથે તેણે લખ્યુ હતુ. ‘રનિંગ મારી તાકાત છે અને મારી બોડીને રિપેર કરવાનો આ યોગ્ય સમય છે.’

કોરોનાને લીધે અનેક પ્લેયરો પોતાને ફિટ રાખવા વિવિધ પ્રયાસ કરી રહ્યા છે અને સરકારને પોતાનાથી બનતી નાણાકીય મદદ પણ કરી રહ્યા છે.


Loading...
Advertisement