ગુજરાતના ડઝન દર્દીને કોરોના ચેપ કયાંથી લાગ્યો? સ્પષ્ટ થતુ નથી

01 April 2020 11:42 AM
Ahmedabad Gujarat
  • ગુજરાતના ડઝન દર્દીને કોરોના ચેપ કયાંથી લાગ્યો? સ્પષ્ટ થતુ નથી

રાજકોટના માતા-પુત્રને ચેપ લાગવાનું કારણ પણ હજુ પ્રસ્તાપિત થયુ નથી: આરોગ્ય તંત્ર દ્વારા ઘનિષ્ટ ચકાસણી છતાં ચોકકસ કારણ બહાર આવી શકતુ નથી

અમદાવાદ તા.1
ગુજરાતમાં કોરોના વાયરસને વધતો અટકાવવા માટે રાજય સરકારે સંભવિત તમામ પગલા લીધા છે ત્યારે ગુજરાતના કેટલાંક પોઝીટવ કેસોમાં દર્દીને ચેપ કયાંથી અને કેવી રીતે લાગ્યો છે તેની ખબર પડી શકી ન હોવાથી આરોગ્ય તંત્ર ચિંતીત છે.

આરોગ્ય વિભાગના સૂત્રોએ એમ કહ્યું છે કે ગુજરાતના એકાદ ડઝન પોઝીટીવ દર્દીઓના કોરોના ચેપ પાછળનુ કારણ મળી શકયુ નથી અને તેના કારણે સામાજીક સંક્રમણની શંકાથી તંત્ર સાવધ છે.

ગુજરાતમાં કોરોનાથી છ લોકોના મોત થયા છે. અમદાવાદમાં મોતને ભેટેલી મહિલા અને પુરુષને ચેપ કેવી રીતે લાગ્યો હતો તે હજુ બહાર આવી શકયુ નહી. આ જ રીતે હોસ્પીટલમાં રહેલા 59 વર્ષિય તબીબી પ્રોફેશ્નલને ચેપનુ કારણ પણ મળી શકયુ ન હતું. તબીબી વ્યવસાય દરમ્યાન આ મહિલાને ચેપ લાગ્યો હોવાની શંકા છે.
ભાવનગરમાં પણ બે દિવસ પુર્વે એક સાથે પાંચ લોકોને બે દિવસ પુર્વે કોરોના પોઝીટીવ આવ્યો હતો. એક મહિલાનુ મોત થયુ હતું. આ પાંચ લોકોને કેવી રીતે ચેપ લાગ્યો તે પણ હજુ બહાર આવી શકયુ ન હતું. આ પાંચમાંથી એક પણ વ્યક્તિએ કોઈ પ્રવાસ કર્યો નહીં.

ભાવનગરના આરોગ્ય અધિકારી ડો. આર.કે.સિંહાએ કહ્યું કે ભાવનગરમાં અગાઉ 70 વર્ષીય વૃદ્ધનુ મોત થયુ હતું. તેના કેસને તથા અન્ય પાંચ પોઝીટીવ કેસને કોઈ સંબંધ નથી તે પણ મહત્વની બાબત છે. શહેરના પાંચમાંથી ત્રણ કેસ વૃદ્ધના નિવાસની નજીકના ત્રણ કીમીમાં છે. આ ત્રણ દર્દી તથા મોતને ભેટેલા વૃદ્ધ એક જ જ્ઞાતિના હતા.

પાંચેય દર્દીઓને ચેપ લાગવા પાછળનુ કારણ શોધવા ટીમો ઉતારવામાં આવી છે. પરંતુ કોઈ સ્પષ્ટ તારણ મળી શકયુ નથી.


Loading...
Advertisement