દિલ્હીના તબલીગી આયોજનમાં ગુજરાતના 200 લોકો સામેલ હતા: શોધખોળ

01 April 2020 11:25 AM
Gujarat India
  • દિલ્હીના તબલીગી આયોજનમાં ગુજરાતના 200 લોકો સામેલ હતા: શોધખોળ

જમાતના કાર્યક્રમમાં હાજરી આપનારને સામેથી આઈસોલેટ થવા તંત્રને જાણ કરવા આદેશ ▪ સૌથી વધુ સુરતના 76 ▪ 43ને શોધી કઢાયા ▪ અમદાવાદના 20ની શોધખોળ ચાલુ ▪ ભાવનગર જીલ્લામાંથી 17 ગયા હતા▪ 13 ઓળખાયા ▪ રાજકોટમાંથી 6 નામોનો સંકેત ▪ રાજય એટીએમ-એસઓજી-જીલ્લા-શહેર પોલીસની ટીમો દોડી: અનેકને કવોરન્ટાઈન કરાયા ▪ રાજયમાં તબલીગી કોરોના બોમ્બ બને તેવો ભય

રાજકોટ: દિલ્હીના નિઝામુદીનમાં આ માસના પ્રારંભમાં યોજાયેલા તબલીગી જમાતનું સંમેલન કોરોના વાયરસના ફેલાવા માટે એક મોટી આફત બની રહે તેવા સંમેલન છે. આ સંમેલનમાં હાજર રહેનાર વિદેશી સહિત સેકડોને કોરોના શંકાસ્પદ અને પોઝીટીવ તરીકે જાહેર કરવામાં આવી રહી છે તો ગુજરાતમાંથી અંદાજે 200 લોકોએ તબલીગી સંમેલનમાં ભાગ લીધો હતો તે જાહેર થતા જ રાજયના આરોગ્ય અને પોલીસતંત્ર ગઈકાલ સાંજથી જ હરકતમાં આવી ગયુ છે.

રાજયના ડીજીપી શિવાનંદ ઝાએ આ તબલીગી સંમેલનમાં હાજરી આપનાર લોકોને શોધવા અને તેમને કવોરન્ટાઈન કરવા કોરોના ટેસ્ટ કરવા માટે આરોગ્ય વિભાગ સાથે સંકલનની કામગીરી શરૂ કરી છે તથા જેઓને ઓળખી કાઢવામાં આવ્યા છે. તેના ટ્રાવેલ હિસ્ટ્રી પણ તપાસવામાં આવી રહી છે. તેમના પરિવારોને પણ કવોરન્ટાઈન માટે કરવા માટે ખાસ કેમ્પ પણ શરૂ કરવા માટે આદેશ અપાયો છે.

પોલીસના જણાવ્યા મુજબ 72 લોકો સુરતમાંથી ગયા હતા. જેમાંથી 43 લોકોને ઓળખી કાઢી તેઓને કવોરન્ટાઈનમાં મોકલી અપાય છે. 11 નામો ડુપ્લીકેટ થાય છે. જયારે બાકીના ગુજરાત બહાર હોવાનું જાહેર થતા તેઓના લોકેશન શોધવાની કામગીરી શરૂ થઈ છે.

અમદાવાદમાંથી 20 લોકોએ આ આયોજનમાં ભાગ લીધો હતો અને આ તપાસમાં એટીએમ પણ જોડાઈ છે. તથા અમદાવાદના લઘુમતી વિસ્તારોને સ્કેન કરવામાં આવી રહી છે. આ કાર્યક્રમમાં ભાવનગરમાંથી 17 લોકો આ કાર્યક્રમમાં ગયા બાદ જેમાં એક એક વ્યક્તિનું કોરોનાના કારણે મૃત્યુ થતા અને તેની ટ્રાવેલ હીસ્ટ્રીની તપાસ થતા સમગ્ર પ્રકરણ બહાર આવ્યું છે. ભાજપના રેન્જ આઈજી અશોક યાદવે જણાવ્યું કે ભાવનગરના 13 અને બોટાદના 4 લોકોએ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

રાજકોટના છ લોકોએ આ સંમેલન સમયે દિલ્હી હતા તે નિશ્ચિત થતા તેઓની તપાસ ચાલુ થઈ છે. જો કે હજું રાજકોટમાં વધુ લોકો પણ આ કાર્યક્રમમાં હાજર હોવાની શંકા છે પણ શંકાસ્પદોએ તેમના ફોન બંધ કરી દેતા તેમનું લોકેશન શોધવા અન્ય માર્ગો પર આગળ વધાર્યુ છે. બનાસકાંઠાના ભાભરના 11 લોકોએ પણ તબલીગી કાર્યક્રમમાં હાજર હતા તેની તપાસ શરૂ કરવામાં આવી છે. આ સંમેલનમાં હાજરી આપવા ગયેલા અનેક જે અન્ય રાજયોના છે તેઓએ અમદાવાદમાં દરિયાપુરમાં બે ધાર્મિક સ્થળો પર રોકાયા તેવી માહિતી પરત તપાસ શરૂ થઈ છે. મરકઝની બે જમાત અમદાવાદ આવી હતી.

આ તમામ મૂળ યુપીના છે તેઓ શા માટે અમદાવાદ આવ્યા તેની પણ તપાસ શરૂ થઈ છે અને હવે તમામને વ્યક્તિગત તથા તેઓના સંપર્કની પણ ચકાસણી થશે.
કેન્દ્રએ દરેક રાજયને આ આયોજનમાં ભાગ લેનારની યાદી- મોબાઈલ નંબર મોકલ્યા છે. જેઓ સામેથી આવતા નથી અથવા તો પોલીસ તપાસથી છૂપાય છે તેની સામે આકરી કલમ પણ લગાડશે તેવા સંકેત છે.

આથી રાજય સરકારે આ પ્રકારના તમામને ખુદ જ આઈસોલેટ થઈને આરોગ્ય તંત્રને અથવા નજીકના પોલીસતંત્રને જાણ કરવા અપીલ કરી છે. વડોદરામાં તબલીગી જમાતના કાર્યક્રમમાં ભાગ લેનાર પાંચને ઓળખી તેઓને કવોરેન્ટાઈન કરી મેડીકલ ટેસ્ટ માટે મોકલી અપાયા છે.


Loading...
Advertisement