ભાડુ નહિ ચુકવો તો પણ મકાન માલિક ભાડાની મિલ્કત ખાલી કરાવી શકશે નહિ; ગુના દાખલ કરી દેવાશે

01 April 2020 11:12 AM
Rajkot Saurashtra
  • ભાડુ નહિ ચુકવો તો પણ મકાન માલિક ભાડાની મિલ્કત ખાલી કરાવી શકશે નહિ; ગુના દાખલ કરી દેવાશે

જિલ્લા કલેકટર રેમ્યા મોહનનો આદેશ; દાદાગીરી ચલાવાશે નહિં

રાજકોટ, તા. 1
રાજકોટ શહેર-જિલ્લામાં ભાડાના મકાન, દુકાન, કારખાના માલિકો જો ભાડુ નહિં મળ્યુ હોય તો પણ મિલ્કત ખાલી કરાવી શકશે નહિ. આવા આસામીઓ સામે સીધી ફરિયાદ દાખલ કરવાનો આદેશ જિલ્લા કલેકટર રેમ્યા મોહને કર્યો હોવાનું જાણવા મળેલ છે.

રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહને જણાવ્યુ હતું કે, કોઈ મકાન માલીક તેમના મકાનમાં ભાડે રહેતા કામદારો, શ્રમિકો અને વિદ્યાર્થીઓને તેમની ભાડાવાળી/રહેઠાણ વાળી જગ્યા છોડવાનું કહી શકશે નહીં. કોઈ પણ ઉદ્યોગો, વ્યાપારીક/વાણીજય સંસ્થા-દુકાનો, કોન્ટ્રાકટરો તેમના શ્રમિકોને બળજબરી પૂર્વક તેમના કામના રહેઠાણના સ્થળને છોડવાનું કહી શકશે નહીં.

કામદારો, મજુરો સ્થળાંતર થયેલ લોકો સહિત કે જે ભાડાથી રહે છે તેમના રહેઠાણ, મકાનના માલીકોએ એક મહિના સુધી ભાડુ માંગવાનું રહેશે નહીં. તમામ રોજગાર પુરો પાડતા ઉદ્યોગો, વ્યાપારીક, વાણીજય સંસ્થા, દુકાનો વગેરેમાં કામ કરતા કામદારો, મજુરો,

ખેતમજુરો કે જેઓ તેમના કામના સ્થળ નજીક રહેતા હોય તેવા કામદારો, મજુરો, ખેત મજુરોએ તેમનુ રહેણાંક છોડવુ નહીં. તમામ રોજગાર પુરો પાડતા ઉદ્યોગો, વ્યાપારીક, વાણીજય, સંસ્થા, દુકાનો વગેરેમાં કામ કરતા કામદારો, મજુરો, ખેત મજુરો કે જેઓ તેમના કામના સ્થળ નજીક રહેતા હોય તેવા કામદારો, મજુરો તેમનુ રહેણાંક, વાણીજય, સંસ્થા, દુકાનદારો, કોન્ટ્રાકટરો બીન સંગઠીત મજુરોને કામ આપનાર સંસ્થાઓ, વ્યકિતઓ વગેરેએ રાખવી.

તમામ રોજગાર પુરો પાડતા ઉદ્યોગો, વ્યાપારીક, વાણીજય, સંસ્થા દુકાનો કોન્ટ્રાકટરો વગેરેએ તેમના તમામ પ્રકારના કામદારો, મજુરોને લોક ડાઉનના સમય દરમિયાન તેમના ઉદ્યોગો, વ્યાપારીક, વાણીજયક સંસ્થા, દુકાનો બંધ રહ્યા હોય તો પણ કામના સ્થળે નિયત થયેલ થયેલ મહેનતાણુ, નિયત થયેલ તારીખે જ કોઈ પણ પ્રકારના કપાત વગર પુરેપુરૂ ચુકવવાનું રહેશે.


Loading...
Advertisement