મોદીએ માફી માંગવી પડી: ઈમરાને ટોણો માર્યોે

31 March 2020 04:53 PM
India
  • મોદીએ માફી માંગવી પડી: ઈમરાને ટોણો માર્યોે

પાકિસ્તાનમાં કોરોનાના પોઝીટીવ કેસ અને દર્દીઓ વધતા જાય છે અને તેમ છતાં આ દેશના વડાપ્રધાન ઈમરાનખાને પાક જનતાને અલ્લાહના ભરોસે છોડી દીધી છે તેવી સ્થિતિ છે. પાકિસ્તાન પાસે કોરોનાનો મુકાબલો કરવા નાણા જ નથી અને તેણે વિશ્વ સમક્ષ હાથ લાંબો કર્યો છે. તેમ છતાં ઈમરાનખાનનો રૂઆબ જતો નથી.

તેણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે રીતે લોકડાઉન બદલ દેશના લોકોની માફી માંગી તેના પર કટાક્ષ કરતા કહ્યું કે જોયુ ને મોદીએ માફી માંગવી પડી. તેણે એમ કહ્યું કે જો આપણે દેશના લોકોને રોટીની સુવિધા ન ઉપલબ્ધ કરાવી શકીએ તો લોકડાઉનનો કોઈ અર્થ નથી. ઈમરાને હવે વિદેશમાંથી નાણા નહી મળે તે નિશ્ચિત થતા દેશના લોકો પાસે કોરોના સામે ભંડોળ માંગ્યુ છે.


Loading...
Advertisement