કોરોના સામે લડવા ક્રિકેટર રોહિત શર્માનું રૂા.80 લાખનું દાન

31 March 2020 04:51 PM
Sports
  • કોરોના સામે લડવા ક્રિકેટર રોહિત શર્માનું રૂા.80 લાખનું દાન

પીએમ કેર્સ ફંડને રૂા.45 લાખ, સીએમ કેર્સ ફંડ ને રૂા.25 લાખ સહિતનું ડોનેશન

કોરોના સંકટ સામે વડાપ્રધાનના રાહત ફંડમાં રૂા.45 લાખ, મુખ્યમંત્રીના રાહત ફંડમાં 25 લાખ તેમજ ઝોમેટો ફન્ડીંગ ઈન્ડિયાને રૂા.5 લાખ અને રખડતા શ્ર્વાનોના કલ્યાણ માટે રૂા.5 લાખ સહિત કુલ રૂા.80 લાખનું દાન ભારતીય ક્રિકેટ ટીમના વાઈસ કેપ્ટન રોહિત શર્માએ જાહેર કર્યું છે.
આ અંગેની વિગત એવી છે કે દેશમાં હાલ કોરોના સંકટનો સામનો કરી રહ્યો છે ત્યારે જરૂરતમંદોને સહાય અર્થે વડાપ્રધાનના રાહત ફંડમાં વિવિધ ક્ષેત્રની હસ્તીઓએ દાનથી પીએમની ઝોળી છલકાવી છે ત્યારે ભારતીય ક્રિકેટ ટીમના વાઈસ કેપ્ટન રોહિત શર્માએ 80 લાખનું દાન જાહેર કર્યું છે.
રોહિતે જણાવ્યું હતું કે દેશને પગ પર બેઠો કરવા મદદે આવવું આપણી ફરજ છે.


Loading...
Advertisement