હવે કોરોના ટેસ્ટનું બુકીંગ ઓનલાઈન કરાવો

31 March 2020 04:51 PM
India Technology
  • હવે કોરોના ટેસ્ટનું બુકીંગ ઓનલાઈન કરાવો

બેંગ્લોર સ્થિત મેડીકલ ઓનલાઈન કંપની પ્રેકટોએ કોરોના માટેનો ટેસ્ટનું બુકીંગ આનલાઈન કરાવવાની સગવડતા આપી છે. આ કંપની અગાઉથી દેશભરમાં તેની સાથે સંકળાયેલા તબીબોની એપોઈન્ટમેન્ટ ફીકસ કરાવે છે. ઉપરાંત ઓનલાઈન મેડીકલ એડવાઈઝ પણ આ એપ્લીકેશન મારફત મળે છે.

હવે તમને જો કોરોનાની શંકા હોય અને ટેસ્ટ બુકીંગ કરાવવું હોય તો પ્રાઈવેટ લેબમાં આ એપ મારફત કરાવી શકશો. જો કે તે માટે માન્ય ડોકટરનું પ્રીસ્ક્રીપ્શન, ફોટો આઈડી ટેસ્ટીંગ સમયે રજુ કરવું પડશે અને તેનો ટેસ્ટીંગ ચાર્જ રૂા.4500 છે. તમારી આસપાસ જયાં ખાનગી લેબમાં કોરોના ટેસ્ટ થતી હશે ત્યાં આ સુવિધા મળશે જે માટે તમેhttps://www.practo.com/covid-test પર બુકીંગ કરાવી શકો છો.


Loading...
Advertisement