હવે IPL રમાડવા માટે ઓગષ્ટ, સપ્ટેમ્બરનું શેડયુલ ચકાસતુ ક્રિકેટ બોર્ડ

31 March 2020 04:40 PM
India Sports
  • હવે IPL રમાડવા માટે ઓગષ્ટ, સપ્ટેમ્બરનું શેડયુલ ચકાસતુ ક્રિકેટ બોર્ડ

એશિયાકપ અને ટી20 વર્લ્ડકપ વચ્ચેના સમયમાં આઈપીએલનું શોર્ટ વર્ધન ગોઠવી શકાય: જો કે અન્ય દેશોની દ્વીપક્ષીય શ્રેણી પણ નડે છે

મુંબઈ તા.31
કોરોનાના કારણે આઈપીએલ મુલત્વી રાખવો પડયો તે ભારતીય કંટ્રોલ બોર્ડ માટે એક મોટી નુકશાની છે પણ ક્રિકેટ બોર્ડ ચાલુ વર્ષે કોઈપણ ભોગે આઈપીએલ રમાડવા માટે વિચારી રહ્યું છે અને તેમાં હવે ઓગષ્ટ, સપ્ટેમ્બરના ગાળામાં આઈપીએલની એક થોડી ટુંકી ચેમ્પીયનશીપ ગેઈમ રમાય તેવી શકયતા છે. જો કે આ સમયે આઈસીસી અને વિશ્વના અન્ય ક્રિકેટ રમતા દેશોના પોતાના શેડયુલ હશે ઉપરાંત ઓકટોબરમાં ટી20 વર્લ્ડકપ રમાવાનો છે.

ભારત તેની વગ વાપરીને ટી20 વર્લ્ડકપ 2022માં ઓસ્ટ્રેલિયામાં રમાય તે માટે પણ પ્રયાસ કરી રહ્યો છે. 2021માં ભારતે ટી20 વર્લ્ડકપ યોજવાનો છે. આઈપીએલના ફ્રેન્ચાઈઝી પણ આ વર્ષનું નુકશાન સહન કરવા તૈયાર નથી.

સૂત્રોના જણાવ્યા મુજબ ભારતે સપ્ટેમ્બરમાં એશિયાકપ અને ટી20 વર્લ્ડકપ પુર્વે ઈંગ્લેન્ડની ટીમ સામે ત્રણ વનડે અને ત્રણ ટી20 રમવાના છે. આ તમામ વચ્ચે પણ આઈપીએલ રમાય તેવી શકયતા બોર્ડ તપાસી રહ્યું છે. જો કે આ સમયમાં અન્ય ક્રિકેટ રમતા દેશોના પોતાના શેડયુલ છે અને તેથી જો આઈપીએલને સ્થાન મળે તો ખીચોખીચ ક્રિકેટ ઓગષ્ટના અંતથી જોવા મળી શકે.


Loading...
Advertisement