આપદા વેળાએ શાળા-સંચાલકો આગામી સત્ર ફીમાં રાહત આપવાનો સ્તુત્ય નિર્ણય લેશે ?

31 March 2020 04:21 PM
Rajkot Education Saurashtra
  • આપદા વેળાએ શાળા-સંચાલકો આગામી સત્ર ફીમાં રાહત આપવાનો સ્તુત્ય નિર્ણય લેશે ?

રાજકોટ અને અમદાવાદની એક સ્કૂલે 20 ટકા ફી માફી આપવાના લીધેલા નિર્ણયને અન્ય શાળાઓ અનુકરણ કરશે ?

રાજકોટ,તા. 31
કોરોના વાયરસનાં ભારતમાં પગપેસારા સાથે કેન્દ્ર અને રાજ્ય સરકારે લોકડાઉન સાથે શાળાઓની પરીક્ષા મોકૂફ રાખી શૈક્ષણિક કાર્ય અને શાળાઓ બંધ રાખવાના આદેશના પગલે તમામ સરકારી-ખાનગી શાળા-કોલેજો બંધ છે. આવી કપરી પરિસ્થિતિમાં અમદાવાદ અને રાજકોટની એક ખાનગી શાળાએ આગામી શૈક્ષિણક સત્ર ફીમાં 20 ટકા માફી આપવાનો નિર્ણય જાહેર કરેલ છે જેને અન્ય શાળા કોલેજો અનુસરશે ખરી ? તેવો સવાલ ઉઠી રહ્યા છે.

કોરોના વાયરસના પગલે રાજકોટની સનરાઈઝ સ્કૂલ દ્વારા હાલ ધંધાઓ બંધ અને ખોરવાય જતા આર્થિક પછાત હોવાથી અમારી શાળા અભ્યાસ કરતા અને નવા પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓ-વાલીઓને આવનાર આગામી શૈક્ષણિક વર્ષ 2020-21માં શાળા મંડળ દ્વારા નર્સરીથી માંડી ધો. 12 સુધીના તમામ વિદ્યાર્થીઓને 20 ટકા ફી માફી ઠરાવ જાહેર કરેલ છે જેને વાલીઓ તરફથી આવકાર મળી રહ્યો ચે ત્યારે સવાલ એ છે કે સનસાઇઝ સ્કૂલે લીધેલા નિર્ણયની માફક અન્ય શાળા સંચાલકો અનુકરણ કરશે ખરા ?

અમદાવાદની અને રાજકોટની એક શાળા સંસ્થાએ આગામી શૈક્ષણિક સત્રમાં 20 ટકા ફી માફીનો ઠરાવ કર્યો છે. તેની સામે રાજકોટની ભરાડ સ્કૂલ, પાઠક સ્કૂલ (150 ફૂટ રીંગ રોડ), ધોળકિયા સ્કૂલ, પંચશીલ, પતંજલી, પાંભર, અને શાળા સંચાલક મંડળનાં અજયભાઇ પટેલનો સંપર્ક સાધતા તેમણે ફી માંગી અંગેનો કોઇ નિર્ણય નહીં લીધાનું જણાવ્યું છે.

હાલ કોરોના વાયરસ અને લોકડાઉનની પરિસ્થિતિમાં અનેક વ્યક્તિઓ પરિવારોના ધંધા-રોજગાર બંધ થયા છે. ત્યારે આગામી નવા શૈક્ષણિક સત્રમાં સંતાનોની ફી ભરવામાં અનેક મુશ્કેલી વેઠવી પડે છે તેવી દહેશત હોય ત્યારે સનસાઈઝ સ્કૂલે 20 ટકા ફી માફીનો નિર્ણય લીધો છે. જેને રાજકોટની શાળા-કોલેજો અનુસરશે ખરી ?


Loading...
Advertisement