શેરબજારમાં ફરી તેજીનો વળાંક; સેન્સેકસમાં 1204 પોઈન્ટની છલાંગ

31 March 2020 03:54 PM
Business
  • શેરબજારમાં ફરી તેજીનો વળાંક; સેન્સેકસમાં 1204 પોઈન્ટની છલાંગ

રીફાઈનરી, એફએમસીજી, મેટલ શેરો વધ્યા

મુંબઈ શેરબજારમાં આજે ફરી તેજીના આખલાએ માથુ ઉંચકયુ હતું. સેન્સેકસમાં 1204 પોઈન્ટનો ઉછાળો હતો. રીફાઈનરી શેરો ઉંચકાયા હતા.
શેરબજારમાં આજે માનસ તેજીનુ બન્યુ હતું. કોરોનાનો ગભરાટ યથવત હતો. છતા વિશ્ર્વના દેશો સંગઠીત લડાઈ અને અર્થતંત્રને મોટુ નુકશાન ઘટાડવા પ્રયત્નશીલ હોવાના સંકેતોથી માનસ સુધારાનુ બન્યુ હતું. શેર બ્રોકરોના કહેવા પ્રમાણે તેજીના કોઈ નવા કારણો નથી છતા હવે સાથે વેચાણ પણ ઓછા છે. ઉદ્યોગક્ષેત્ર માટે ટેકસ-ડયુટીમાં રાહત જાહેર થવાના આશાવાદથી આંશિક રાહત હતી.
શેરબજારમાં આજે ભારત પેટ્રો, આઈટીસી, રીલાયન્સ, ઓએનજીસી, બ્રીટાનીયા, ટેક મહિન્દ્ર, ગેઈલ, વિપ્રો, હિન્દાલકો, ઈન્ડિયન ઓઈલ, કોલ ઈન્ડિયા, ટીસ્કો, ગ્રાસીમ, અલ્ટ્રાટેક, સ્ટેટ બેંક, વેદાંતા, સનફાર્મા, એશિયન પેઈન્ટસ, એચડીએફસી, એચસીએલ ટેક, આઈસીઆઈસીઆઈ બેંક, હિન્દ લીવર, ટાટા મોટર્સ જેવા શેરો ઉંચકાયા હતા. ઈન્ડુસ ઈન્ડ બેંક, મારૂતી, સીપ્લા જેવા શેરો નબળા હતા.
મુંબઈ શેરબજારનો સેન્સેટીવ ઈન્ડેકસ 1204 પોઈન્ટના ઉછાળાથી 29644 હતો જે ઉંચામાં 29770 તથા નીચામાં 28667 હતો. નેશનલ સ્ટોક એકસચેંજનો નિફટીર 361 પોઈન્ટના ઉછાળાથી 8642 હતો. જે ઉંચામાં 8678 તથા નીચામાં 8358 હતો.


Loading...
Advertisement