ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીને એક વર્ષ સુધી જબરા નુકસાનની ભીતિ : રીફંડ-કેન્સેલેશનની મહામારી જુદી

31 March 2020 12:25 PM
India Travel
  • ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીને એક વર્ષ સુધી જબરા નુકસાનની  ભીતિ : રીફંડ-કેન્સેલેશનની મહામારી જુદી

વિશ્વના લગભગ તમામ દેશોમાં કોરોના વાયરસનો આક્રમણ: મે થી સપ્ટેમ્બર યુરોપ, અમેરિકા, યુ.કે., રશિયા જેવા દેશોમાં જવાનો ધસારો હોય છે, જે આ વર્ષે લોકો સ્વાભાવિકપણે ટાળશે : જેને આગોતરા ઉનાળાના વેકેશનમાં બુકીંગ કર્યા તેઓના રીફંડ અટવાયા : એજન્ટોની કંપની અને ગ્રાહક વચ્ચે સેન્ડવીચ, ધીરજ રાખવા અપીલ

રાજકોટ, તા. 31
વિશ્વભરમાં કોરોનાથી 199 દેશોમાં 7,39,000 પોઝીટીવ કેસ તથા 35,000થી વધુ મૃત્યુ નોંધાયા છે. ત્યારે અમેરિકામાં 1,42,000 પોઝીટીવ કેસ તથા 2,50,000 મૃત્યુ ઇટલીમાં 97,000 પોઝીટીવ કેસ, 10779 મૃત્યુ, સ્પેનમાં 8પ19પ પોઝીટીવ કેસ તથા 7340 મૃત્યુ આ જ રીતે વિશ્ર્વના 40 દેશોમાં 1000થી વધારે પોઝીટીવ કેસનો આંકડો પહોંચી ગયો છે. ભારતમાં 15 એપ્રિલ સુધી લોકડાઉન છે તો યુ.કે.માં આવતા 6 મહિના સુધી તથા ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડમાં ચાર મહિના સુધી લોકડાઉન રહેશે.

મોટાભાગના દેશોમાં તેઓએ પોતાની આંતરરાષ્ટ્રીય બોર્ડર પણ સીલ કરી દીધી છે. મીડલ ઇસ્ટ, ફાર ઇસ્ટ સહિત અનેક જગ્યાએ લોકડાઉનની પરિસ્થિતિ છે. કોરોના વાયરસથી સંક્રમિત વિશ્વના સૌથી ખરાબ હાલતમાં ટોપ-10 દેશો અમેરિકા, ઇટલી, સ્પેન, ચાઇના, જર્મની, ઇરાન, ફ્રાન્સ, યુ.કે., સ્વીટ્ઝર્લેન્ડ, બેલ્જીયમ. આ તમામ દેશો પર્યટકોમાં ખુબ જ લોકપ્રિય છે અને આવનારા છ મહિના તે દેશોની ઋતુ પ્રમાણે લોકો ત્યાં ફરવું પસંદ કરે છે.

પરંતુ હાલની પરિસ્થિતિ જોતા ટ્રાવેલ એજન્ટ સાથે ટુરીસ્ટને પણ ત્યાં ફરવા જવાનો ભય રહે છે કોરોના વાયરસથી કયો દેશ કયારે ફરી પાટે ચડશે તે કોઇ નથી જાણતુ.
એજન્ટના નાણા બ્લોક થયા, ગ્રાહકોના પણ રીફંડ અટવાયા ઉનાળુનું વેકેશન આવવાનું હતું ઘણા લોકોએ આગોતરા આયોજન કર્યા હતા. જ્યારે ફિકસ ડિપાચરની ટુરનું આયોજન કરનાર ઘણા એજન્ટોના નાણા પણ બ્લોક થયા છે.

એડવાન્સમાં બર્ક ટીકીટ એરલાઇન્સ પાસેથી ખરીદી હોય અને હવે એરલાઇન્સ પણ બંધ તથા હાલ કોઇને જવાબ નથી મળતો જેથી નાના-મોટા એજન્ટના લાખો રૂપિયા અટવાયા. આ સમયે ટ્રાવેલ એજન્ટ પાસેથી જાણવા મળતા કહ્યું કે અમુક એરલાઇન્સે 1 થી 2 વર્ષ સુધીની ક્રેડિટ લીમીટ આપી પણ રીફંડ આપવાની હાલ કોઇ વાત નથી કરી રહ્યુ તેઓએ જણાવ્યું કે ગ્રાહકોના પણ અમારા પર ફોન આવી રહ્યા છે પરંતુ અમે એસોસીએશન લેવલ પર આનું નિવારણ લાવવાની પુરતી કોશીશ કરી રહ્યા છીએ.
જે ગ્રાહકોએ ઓનલાઇન ટીકીટ બુક કરી હતી તેઓના પણ મોટા પ્રમાણમાં નાણા અટવાયા છે.

નાના એજન્ટોની હાલત ખુબ કફોડી, વ્યાજે પૈસા લઇ નાણાની ચુકવણી
ટ્રાવેલ એજન્ટના સુત્રોમાંથી જાણવા મળ્યું કે ગ્રામ્ય લેવલ પર સાથે નાના એજન્ટોની પણ હાલત ખુબ જ કફોડી બની ગઇ છે. જે એજન્ટ સુપર સ્ટોકીસ કે સુપર સેલર પાસે ટીકીટ-ટુર બુક કરાવતા હોય અને એડવાન્સ પૈસા ચુકવી દીધા હોય તેની પાસે ગ્રાહકો આવી માછલા ધોવે છે. આવા એજન્ટ વ્યાજે પૈસા લઇને પણ ચુકવણી કરતા હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ હાલ સૌ કોઇ ધીરજ રાખે તેવી એક સીનીયર એજન્ટે અપીલ કરી છે.

મોટાભાગની એરલાઇન્સ કંપનીની ઓફિસ બંધ
અનેક દેશોમાં લોકડાઉનના કારણે વિશ્વભરની અગ્રગણ્ય એરલાઇન્સ પણ હવે લોકડાઉનમાં છે તેઓએ તેમની ઓફિસીસ બંધ હોવાથી કોઇ જ ફિડબેક મળતા નથી.


Loading...
Advertisement