દેશના બંદર પર તા.14 એપ્રિલ સુધી ડીટેન્સન ચાર્જ નહી લેવાય

30 March 2020 05:51 PM
Ahmedabad Gujarat
  • દેશના બંદર પર તા.14 એપ્રિલ સુધી ડીટેન્સન ચાર્જ નહી લેવાય

કેન્દ્રીય શીપીંગ મંત્રી મનસુખ માંડવીયાએ ટવીટ કરીને આયાત-નિકાસકારોને જબરી રાહત

અમદાવાદ તા.30
દેશમાં કોરોનાના લોકડાઉન વચ્ચે સ્થાનિક સ્તરે સપ્લાય જળવાઈ રહે તે માટે કેન્દ્રના જહાજી મંત્રાલય દ્વારા તા.22 માર્ચથી 14 એપ્રિલ સુધી આયાત અને નિકાસકારો પાસેથી ડીટેન્સન ચાર્જ ન લેવા તમામ શીપીંગ લાઈનને આદેશ આપ્યો છે.

આ સમય દરમ્યાન કોઈ વધારાનો કે નવો ચાર્જ લાદી શકાશે નહી. કેન્દ્રના શીપીંગ મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયાએ ટવીટ કરીને આ માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે કોરોના સામે લડવા સરકાર જયારે તમામ રીતે આગળ વધી રહી છે ત્યારે તેની કોઈ નકારાત્મક અસર ન થાય તે પણ જોવા માટે આતુર છે. ખાસ કરીને દેશમાં સપ્લાય ચેન્જ જળવાય રહે તથા નિકાસકારોનો જે માલ બંદર પર છે તે પણ યોગ્ય સમયે રવાના થઈ શકે તે માટે હાલની સ્થિતિમાં 14 એપ્રિલ સુધી ડીટેન્સન ચાર્જ દેશના કોઈ બંદર પર લેવાશે નહી તથા હાલની સ્થિતિમાં કોઈ નવો ચાર્જ પણ દાખલ કરી શકાશે નહી. બંદર પરની કામગીરીમાં વિલંબ થાય તે સમયે ડીટેન્સન ચાર્જ લાગતો હોય છે. આયાત-નિકાસકારોને તેની રાહત આપવામાં આવી છે.


Loading...
Advertisement