કોરોના તો કંઈ નથી : આ 10 ખતરનાક વાયરસોએ દુનિયામાં મચાવી હતી તબાહી

30 March 2020 05:45 PM
India
 • કોરોના તો કંઈ નથી : આ 10 ખતરનાક વાયરસોએ દુનિયામાં મચાવી હતી તબાહી

વાયરસ પૃથ્વીનો સૌથી પુરાણો જીવાણુ છે, જે સમયાંતરે કહેર વર્તાવે છે

રોટા વાયરસ ચાઈલ્ડ કીલર છે, જેનાથી વર્ષે 5 લાખ બાળકોના જીવ જાય છે, શીતળા ઓરી, ફલુ જેવા વાયરસોએ ભૂતકાળમાં લાખો-કરોડોના જીવ લીધા છે: રસીની શોધોએ વાયરસને રોકયા છે

નવી દિલ્હી: વાયરસોની ગણતરી દુનિયાના સૌથી પુરાણા જીવોમાં થાય છે અને તે દરેક જગ્યાએ જોવા મળે છે. આજે કોરોના વાયરસે કહેર મચાવ્યો છે પરંતુ એ પહેલાં પણ વાયરસે કહેર મચાવ્યા છે, આવો, આવા કેટલા મહત્વના વાયરસ વિષે જાણીએ.

રોટા વાઈરસ: આ વાયરસને ચાઈલ્ડ કિલર તરીકે પણ ઓળખાય છે. આ વાયરસ દુનિયાભરમાં દર વર્ષે 5 લાખ બાળકોનો જીવ લે છે. જે નવજાત બાળકો અને 6થી8 વર્ષના બાળકોમાં ઘાતક ડાયરીયા ફેલાવે છે, જેનાથી બાળકોના જીવ ચાલ્યા જાય છે.

શીતળા (સ્મોલ પોક્સ): અન્ય વાયરસોની તુલનામાં શીતળા દુનિયાનો સૌથી વધુ જીવ લેનાર (30 કરોડથી સંક્રમીત વ્યક્તિ 3થી6 લોકોને સંક્રમીત કરી શકે છે. આ વાયરસનો ફેટેલીટી રેટ 90 ટકા થાય છે. જો કે વેકસીનેશનથી આ વાયરસને દુનિયામાંથી ખતમ કરી નખાયો છે.

મિઝલ્સ: મિઝલ્સને સામાન્ય ભાષામાં ઓરીનો રોગ કહે છે. છેલ્લા 150 વર્ષમાં ઓરી રોગ 20 કરોડ લોકોનો ભોગ લીધો છે. જૂના રેકોર્ડ મુજબ આ રોગ દર વર્ષે 2 લાખ લોકોનો જીવ લેતો હતો. જો કે હાલ રસીકરણના કારણે આ વાયરસ ક્નટ્રોલમાં આવી ગયો છે. આ વાયરસથી સંક્રમીત વ્યક્તિ 12થી18 લોકોને સંક્રમીત કરે છે.

ડેંગ્યુ: ડેંગ્યુ વાયરસ મચ્છર કરડવાથી ફેલાય છે. આ વાયરસ દુનિયાના 110 દેશોમાં જોવા મળ્યો છે. તે દર વર્ષે 10 કરોડ લોકોને ઈન્ફેકટ કરે છે, જેનાથી 20 હજાર લોકોના મૃત્યુ થાય છે. જે વ્યક્તિને આ વાયરસ બીજી વાર જકડે છે તે હંમેશા ગંભીર સ્થિતિમાં પહોંચી જાય છે.

પીળો તાવ: જયારે કોઈમાં પીળા તાવની સ્થિતિ ગંભીર થાય છે ત્યારે તેના નાક, મોં, આંખ અને પેટમાંથી લોહી પડવા લાગે છે. આ સ્થિતિએ પહોંચનાર લગભગ 50 ટકાની 7થી10 દિવસમાં મોત થઈ જાય છે. આજે પણ પીળો તાવ દુનિયામાં લગભગ બે લાખ લોકોને અસર કરે છે અને લગભગ 30 હજાર લોકોના મોત થાય છે.

ફલુ (ફલુ અથવા ઈન્ફલુએન્ઝા: ફલુના કારણે દુનિયાભરમાં દર વર્ષે લગભગ 5 લાખ લોકોના જીવ જાય છે. સૌથી ખતરનાક ફલુ પેડેમીક (પેંડેમીક એ બીમારીને કહેવાય છે જે દુનિયાના મોટા ભાગને પોતાની પકડમાં લે છે)માં સ્પેનીશ ફલુએ 5 કરોડથી 10 હજાર લોકોના જીવ લીધા હતા. આ અત્યાર સુધીનો સૌથી ખતરનાક ફલુ પેંડેમીક માનવામાં આવે છે.

રેબીઝ (હડકવા): આ ખતરનાક બીમારી ચામાચીડીયું કે કુતરાના કરડવાથી કે નખ વાગવાથી થાય છે. આ બીમારીથી દર વર્ષે 60 હજાર લોકોના મૃત્યુ થાય છે. આ વાયરસની મોત મોટેભાગે આફ્રિકા અને એશિયામાં થાય છે.

હિપેટાઈટીસ બી એન્ડ સી: હિપેટાઈટીસ-બી દર વર્ષે 7 લાખ લોકોના જીવ લે છે. હાલમાં આ બિમારીને ખતરનાક માનવામાં આવે છે. આ વાયરસ લીવર પર સૌથી પહેલા એટેક કરે છે. જેનાથી લીવર કેન્સર કે લિવર ડેમેજ થાય છે. આ રોંગથી દર વર્ષે સાડા ત્રણ લાખ લોકો મોત થાય છે.

ઈબોલા અને મારબર્ગ વાયરસ: આ સૌથી ખતરનાક વાયરસ છે. આની હજુ કોઈ અસરકારક રસી કે ઈલાજ વેકસીન નથી શોધાઈ. આ વાયરસનો ફેટીલીટી રેટ 90 ટકા સુધી છે. આ બન્ને વાયરસના લક્ષણો, લગભગ એક જેવા હોય છે. તેનાથી સંક્રમીત થયા બાદ વ્યક્તિને હેમરેમિક ફિવર, ઓર્ગન ફેલ્યોર જેવી સમસ્યાઓ પેદા થાય છે.

એચઆઈવી એઈડસ: નિષ્ણાંતો મુજબ લગભગ 4 કરોડ લોકો એચઆઈવી વાયરસથી પીડિત છે. એક અનુમાન મુજબ 30 વર્ષથી દર વર્ષે લગભગ 20 લાખ લોકો આ બીમારીના કારણે જીવ ગુમાવે છે. અત્યાર સુધીમાં લગભગ અઢી કરોડ લોકો આ બીમારીથી મરી ચૂકયા છે.

Loading...
Advertisement