આ જ રીતે ચાલુ રહ્યું તો બીજા 45 દિવસના લોકડાઉન માટે તૈયાર રહેજો

30 March 2020 05:38 PM
Rajkot Saurashtra
  • આ જ રીતે ચાલુ રહ્યું તો બીજા 45 દિવસના લોકડાઉન માટે તૈયાર રહેજો
  • આ જ રીતે ચાલુ રહ્યું તો બીજા 45 દિવસના લોકડાઉન માટે તૈયાર રહેજો
  • આ જ રીતે ચાલુ રહ્યું તો બીજા 45 દિવસના લોકડાઉન માટે તૈયાર રહેજો

સરકારે આજે સ્પષ્ટતા કરી કે 15 એપ્રિલ બાદ લોકડાઉન લંબાવાશે નહી, પરંતુ જો આપણે ન સમજીએ અને ઘરની બહાર ટોળા સ્વરૂપે નીકળીએ તો કેસ વધવાની ભીતિ, તે સમયે લોકડાઉન સિવાય પછી કોઇ વિકલ્પ નહી રહે

આ દ્રશ્યો રાજકોટની દાણાપીઠના છે. જે સામાન્ય દિવસ જેમ જ લોકોની અવર-જવર દર્શાવે છે અને અંતિમ બંને તસવીરમાં બહાર નીકળેલા લોકોને પોલીસે અટકાવીને પૂછપરછ કરી ઘરે પરત ફરવા માટે કહી રહ્યા છે. પરંતુ દરેક પાસે પોતાના નાના-મોટા બહાના છે.

રાજકોટમાં લોકડાઉનમાં પણ લોકો હજુ ટોળા-ટોળામાં બહાર નીકળે છે. ઘણાને ઇમરજન્સી ન હોવા છતાં લટાર મારવા બહાર નીકળતાં તંત્રએ પણ દંડ લીધા, જરૂર પડે તો મેથીપાક પણ ચખાડયો તો પણ સમજતા નથી. તેના માટે આપણે સૌએ ભોગવવું પડશે. અત્યારે લોકડાઉનમાં કેસ વધી રહ્યા છે ત્યારે આગળ જતાં જો આ જ પરિસ્થિતિ રહી તો વધુ 4પ દિવસના લોકડાઉન માટે તૈયારી રાખજો.

આજે જો કે કેન્દ્ર સરકારના સચિવે કહ્યું છે કે 1પ એપ્રિલ બાદ લોકડાઉન નહી લંબાવાઇ પરંતુ સરકાર તથા મેડીકલ સ્ટાફ તેની ફરજ નિભાવે છે. તે સિવાય જે લોકો ખાલી ખોટુ લટ્ટાર મારવા નીકળે છે તે સામાજીક ચેપનું કારણ પણ બની શકે છે. આ તકે ‘સાંજ સમાચાર’ એક નમ્ર અપીલ કરે છે કે ઘર બહાર બીલકુલ ન નીકળો અને એકબીજાથી કમસે કમ ત્રણ થી પાંચ ફૂટ દૂર ઉભા રહો. આ વાયરસના સંક્રમણને રોકવા માટે સોશ્યલ ડિસ્ટન્સની ખૂબ જ જરૂરીયાત છે. પરંતુ ઠેર-ઠેર જગ્યાએ લોકો કોઇપણ તકેદારી વગર ફરી રહ્યા છે. જે ચિંતાદર્શાવે છે. આ સમયે આપણે પોલીસ, મેડીકલ સ્ટાફ તથા તંત્રને વધુ બને તેટલો સાથ આપીએ અને ઘરે રહીએ.


Loading...
Advertisement