‘સાંજ સમાચાર’ની અનોખી પહેલ: લોકડાઉન પોઝીટીવ! વિવિધ હસ્તીઓની લાઈવ કોન્સર્ટ-ઈન્ટરવ્યુ

30 March 2020 05:30 PM
Rajkot Saurashtra
  • ‘સાંજ સમાચાર’ની અનોખી પહેલ: લોકડાઉન પોઝીટીવ! વિવિધ હસ્તીઓની લાઈવ કોન્સર્ટ-ઈન્ટરવ્યુ
  • ‘સાંજ સમાચાર’ની અનોખી પહેલ: લોકડાઉન પોઝીટીવ! વિવિધ હસ્તીઓની લાઈવ કોન્સર્ટ-ઈન્ટરવ્યુ
  • ‘સાંજ સમાચાર’ની અનોખી પહેલ: લોકડાઉન પોઝીટીવ! વિવિધ હસ્તીઓની લાઈવ કોન્સર્ટ-ઈન્ટરવ્યુ
  • ‘સાંજ સમાચાર’ની અનોખી પહેલ: લોકડાઉન પોઝીટીવ! વિવિધ હસ્તીઓની લાઈવ કોન્સર્ટ-ઈન્ટરવ્યુ

આ લોકડાઉનનો અનુભવ ન ભૂતો ન ભવિષ્યતિ: ગુજજુભાઈ ઉર્ફે સિદ્ધાર્થ રાંદેરીયા ▪ આપણે ઘરવાળી માટે તાલીઓ પાડવાનું ભુલી ગયા, તેને તો લોકડાઉન નથી! સાંઈરામ ▪ ‘સાંજ સમાચાર’ લોકડાઉન પોઝીટીવ: પહેલમાં રાજકોટના ગાયક નીતિન દેવકાએ શનિવારને સંગીતમય બનાવ્યો તો રવિવારને સાંઈરામે હાસ્યમય બનાવ્યો

રાજકોટ તા.30
દેશ-વિદેશમાં કોરોના સંક્ટના કારણે દેશમાં છેલ્લા કેટલાક દિવસની લોકડાઉન છે તેના કારણે લોકોના મગજ પણ ડાઉન થઈ ગયા છે. જીવન એકાએક સ્થગીત થઈ જતા સૌ કોઈ હેરાન પરેશાન છે, એકબાજુ કોરોનાનો ભય અને બીજી બાજુ નકારાત્મક માહોલ છે ત્યારે ‘સાંજ સમાચાર’ એ એક અનોખી પહેલ કરી છે- ‘લોકડાઉન પોઝીટીવ’.

આ એક અનોખી પહેલથી વિડીયો કોલથી વિવિધ ક્ષેત્રની સેલીબ્રીટીઓના લાઈવ ઈન્ટરવ્યુ લઈ ખાસ કરીને લોકડાઉનમાં મનનો ભાર હળવો કરે તેવો અને પ્રેરણાદાયી ઈન્ટરવ્યુ લેવામાં આવે છે. આ ડિઝીટલ લાઈવ કોન્સર્ટ નો કેમેરા, નો સ્ટાફ હોય છે. તાજેતરમાં શનિ-રવિ ડીઝીટલ લાઈવ કોન્સર્ટ-ઈન્ટરવ્યુ પ્રસારીત થયા હતા. આ નવતર પહેલ અંતર્ગત શનિવારે સાંજે ગુજજુભાઈ ફેઈમ સિદ્ધાર્થ રોંદેરીયા અને રાત્રે રાજકોટના ગાયક નીતિન દેવકાના ઘરે બેઠા વિડીયો કોલથી લાઈવ ઈન્ટરવ્યુ લીધા હતા. જેમાં નીતિન દેવકાએ લોકડાઉનના માહોલમાં દેશ-વિદેશમાં ઘેર બેઠેલા લોકોને શ્રીનાથજીના ભજનો અને લોકગીતો લાઈવ ગાઈને લોકોને આનંદ વિભોર અને શાંત ચિત કર્યો હતો.

રવિવારની સવારે ‘સાંજ સમાચાર’ની લોકડાઉન પોઝીટીવની પહેલ હાસ્યમય બની ગઈ હતી! આ દિવસે ગુજરાતી નાટકો અને ફિલ્મોના લોકપ્રિય કલાકાર ગુજજુભાઈ ઉર્ફે સિદ્ધાર્થ રાંદેરીયા અને જાણીતા હાસ્ય કલાકાર સાંઈરામ દવેએ લોકોને હળવા ફુલ કરી લોકડાઉનને માન આપવા અનુરોધ કર્યો હતો.

સિદ્ધાર્થ રાંદેરીયાએ લાઈવ ઈન્ટરવ્યુમાં ‘સાંજ સમાચાર’ સાથે લોકડાઉન અંગે પોતાનાં અનુભવ શેર કરતા જણાવ્યું હતું કે આ સ્થિતિ ન ભૂતો ન ભવિષ્યતિ જેવી છે. કફર્યુ તો થયો છે પણ આવું લોકડાઉન તો દુનિયાએ પણ પહેલીવાર અનુભવ્યું છે.

સિદ્ધાર્થ રાંદેરીયા વધુમાં જણાવે છે કે આ પરિસ્થિતિને કેમ મુલવવી તે સમજાતું નથી. શરૂઆતમાં તો આ સ્થિતિ નહોતો સ્વીકારી શકતો પણ ધીમે ધીમે સ્વીકારું છું. વડાપ્રધાન મોદીએ કોરોના સામે લોકડાઉનનો હેતુ સમજાવ્યો છે. કેટલાક લોકો તેને ગંભીરતાથી લેતા નથી.

આ લોકડાઉનથી અમારા જ કામધંધા બંધ થયા નથી, બધાના બંધ થયા છે. કેટલાક લોકો લોકડાઉનના કારણે પોલીસોને ગાળ દે છે પણ પોલીસ શું કરે? તેઓ ઘર છોડીને તેની ડયુટી બજાવે છે, ડોકટરો, સરકારી કર્મચારીઓ પણ પોતાની ફરજ બજાવે છે. ખરેખર આપણે તેમનું સન્માન કરવું જોઈએ.

ગુજજુભાઈ લોકડાઉનનું મહત્વ વર્ણવતા કહે છે કે આપણો ગોલ્ડન ટાઈમ છે. પહેલા આપણે ઘરની બહાર રહેતા હતા અને સાંજે થાકીને ઘેર આવતા હતા, આજે સવારે ઘેર રહેવાનો મોકો મળ્યો છે, ત્યારે ઘરમાં રહી નાની-મોટી ભુલો સુધારી લેવી જોઈએ. મિત્રોને ફોન કરી ભુલ થઈ હોય તો માફી માંગવી જોઈએ.

સિદ્ધાર્થ રાંદેરીયા કહે છે. ઘરમાં ઘરકામમાં પત્નીને મદદ કરું છું. જો કે હું રસોઈમાં હેલ્પ નથી કરતો! કરું તો બગડે! પણ હું બીજું નાનુ-મોટું કામ કરીને પત્નીને મદદ કરું છું. લોકડાઉન દરમિયાન સિદ્ધાર્થ રાંદેરીયાએ લોકોને સંદેશ આપતા જણાવ્યું હતું કે ચૂપચાપ ઘરમાં જ રહેવાનું છે! તમારે લીધે ઘરમાં બીજા હેરાન ન થાય તે પણ જોવાનું છે! હસતા રહીશું તો આ દિવસો પણ જીવનભર યાદ રહી જશે!

લોકડાઉન પોઝીટીવ અંતર્ગત ‘સાંજ સમાચાર’ની પહેલમાં ગુજરાતના જાણીતા હાસ્ય કલાકાર સાંઈરામ દવેએ પણ પોતાની હળવી શૈલીમાં જણાવ્યું હતું કે હસવાનું છે, જીવવાનું છે, એમ કંઈ થોડું મરવાનું છે!

સાંઈરામ વધુમાં જણાવે છે કે ટાઈમ નથી એવુ કહેનારા અત્યારે ઘરે છે! હું પણ ઘરે છું! આ અઘરો કાળ છે, પણ દેશ માટેનો સવાલ છે. આજે દેશમાં લોકોને કોરોનાની ગંભીરતા સામે લોકડાઉન બાબતે લોકોને સમજાવવા પડે છે, ન સમજતો ડફોળાને ડંડો મારીને સમજાવવા પડે છે! સાંઈરામ એક ખૂબ રસપ્રદ વાત કહે છે. આપણે ઘરવાળી માટે તાળી પાડવાનું ભૂલી ગયા, તેને તો લોકડાઉન નથી!

સાંઈરામ કવિતા ગાય છે- દેશ આખામાં લોકડાઉન છે, રસોડું કંઈ બંધ છે, એમ કંઈ થોડું મરવાનું છે? ઘરમાં બેસી રહેવાનું છે, એમ થોડું મરવાનું છે.


Loading...
Advertisement