આવશ્યક ચીજોનો પુરવઠો જાળવવા સમગ્ર રાજયમાં 1.59 લાખ પાસ ઇશ્યુ : મદદ માટે 1205 ફોન કોલ

30 March 2020 05:23 PM
Ahmedabad Gujarat
  • આવશ્યક ચીજોનો પુરવઠો જાળવવા સમગ્ર રાજયમાં 1.59 લાખ પાસ ઇશ્યુ : મદદ માટે 1205 ફોન કોલ

દુધ-શાકભાજી-અનાજમાં સ્થિતિ નોર્મલ હોવાનો રાજય સરકારનો દાવો

કોરોના કોવિડ-19 વાયરસની પ્રવર્તમાન સ્થિતીમા રાજ્યમાં નાગરિકોને આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો સરળતાએ મળી રહે તેવું સુદ્રઢ આયોજન સુનિશ્ચિત કરવામાં આવ્યું હોવાનો સ્વીકાર મુખ્યમંત્રી ના અગ્ર સચિવ અશ્વિની કુમારે કર્યો છે.
પત્રકાર પરિષદ ના માધ્યમથી સરકાર દ્વારા લોકડાઉન ની સમિક્ષા અંતર્ગત કરવામાં આવેલા કેટલાક નિર્ણયો અને અન્ય માહિતી આપતા અશ્વિનીકુમારે જણાવ્યું હતું કે લોક ડાઉન નો આજે છઠ્ઠો દિવસ છે.
ત્યારે આજે પણ દૂધ- શાકભાજી- ફળફળાદિની પૂરતી માત્રામાં આવક અને વિતરણ થાય છે. જેમાં તેમણે જણાવ્યું હતું કે આજે 44 લાખ 42 હજાર લિટર દૂધનું વિતરણ કરવામાં આવ્યું છે .
આ ઉપરાંત રાજ્યના તમામ દૂધ કેન્દ્રો કાર્યરત હોવાનો સ્વીકાર કર્યો હતો આ તબક્કે શાકભાજીની આવક અંગે માહિતી આપતાં તેમણે જણાવ્યું હતું કે 1 લાખ 7 હજાર કવીંટલ શાક ની આવક થઇ છે.
જ્યારે 15 હજાર કવીંટલ થી વધુ ફ્રુટ ની આવક થઈ હોવાનો દાવો કર્યો છે.
તો બીજી તરફ તેમણે જણાવ્યું હતું કેલોક ડાઉન ની સ્થિતિ દરમિયાન જિલ્લાના કાર્યરત કંટ્રોલ રૂમ ના 1077 ઉપર ,1205 અલગ-અલગ મદદ માટે ના ફોન આવ્યા હતા. જેના વહીવટીતંત્ર દ્વારા નિકાલ કરવામાં આવ્યા છે. જોકે આ ફોનમાં મોટાભાગે મેડીકલ સેવા દૂધ અને અન્ય વસ્તુઓ ની હેરફેરની જરૂરિયાત માટે ની માહિતી મેળવવાના ફોન આવતા હોવાનો સ્વીકાર કર્યો હતો .જ્યારે આવશ્યક સેવાઓ માટે સમગ્ર રાજ્યમાં 1 લાખ 59 હજાર અલગ-અલગ કક્ષાના પાસ વિતરણ કરવામાં આવ્યા નો સ્વિકાર કર્યો હતો. તો બીજી તરફ ફૂડપેકેટ વિતરણ ની માહિતી આપતાં અશ્વિનીકુમારે જણાવ્યું હતું કે 8 મહાનગર પાલિકાઓમાં અત્યાર સુધીમાં 3 લાખ 55 હજારથી વધુ ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે. જ્યારે સમગ્ર રાજ્યમાં આઠ લાખ 95 હજાર થી વધુ ફૂડ પેકેટો સ્વૈચ્છિક સંસ્થાઓ અને વહીવટી તંત્રના સંકલનથી જરૂરિયાત મંદોને પહોંચાડવામાં આવ્યો હોવાનો જણાવ્યું હતું .આ તબક્કે તેમણે માહિતી આપતાં જણાવ્યું હતું કે મુખ્યમંત્રીના રાહત ફંડમાં 27 કરોડ રૂપિયાનું દાન મળી ચૂક્યું છે.


Loading...
Advertisement