સતત 20-20 કલાક કામ કરી રાજ્યમાં કોરોના સંકટ સામે ફાઈટ આપતા સનદી અધિકારી જયંતી રવિ

30 March 2020 03:26 PM
Ahmedabad Gujarat
  • સતત 20-20 કલાક કામ કરી રાજ્યમાં કોરોના સંકટ સામે ફાઈટ આપતા સનદી અધિકારી જયંતી રવિ

રાજ્યમાં કોરોના મામલેને સ્વસ્થ ચિત્તે હેન્ડલ કરતા જયંતી રવિ બહુમુખી પ્રતિભાના સ્વામિની : તેઓ સારા કલાકાર અને નૃત્યાંગના પણ છે !

ગુજરાત હાલ કોરોના વાઈરસ સામે જંગ લડી રહ્યું છે ત્યારે ટીવી પર સતત એક ચહેરો સૌનું ધ્યાન ખેંચે છે-એ છે ગુજરાતના આરોગ્ય સચિવ જયંતિ રવિ. આ મહિલા અધિકારી છેલ્લા 10 દિવસથી સતત 20-20 કલાક કામ કરી કોરોના સામે ફાઈટ કરીને ખરા અર્થમાં મહિલા યોધ્ધા સાબિત થયા છે. જરા પણ ઉશ્કેરાટ રાખ્યા વિના ખૂબ જ સંયમતિ અને સ્વસ્થતાથી તેમની વહીવટી કામગીરી કાબિલેદાદ છે.
સૌ કોઇનું પોતાની કામગીરીથી ધ્યાન ખેંચતા જયંતિ રવિનો ટૂંકમાં પરિચય મેળવીએ તો તેઓ સ્વભાવે સરળ, ભ્રષ્ટાચારનાં દાગવિહોણા અને કડક વહીવટકર્તા છે. તેમણે મુદ્રાસ યુનિવર્સિટીમાંથી સ્નાતક થઇને હાવર્ડ યુનિવર્સિટીમાં પીએચડી કર્યું છે. તેઓ ગુજરાત કેડરના આઈએએસ અધિકારી છે. વર્ષ 2002નાં રમખાણો વખતે જયંતિજી પંચમહાલના કલેક્ટર હતાં. તેમણે શિક્ષણ,ગ્રામ વિકાસ તેમજ પ્રધાનમંત્રી કાર્યાલય સહિતના વિભાગોમાં મહત્વની કામગીરી બજાવી છે.
જયંતિ રવિ શ્રેષ્ઠ અને કડક વહીવટકર્તા હોવાની સાથે દિલના પ્રેમાળ અને સાફ છે. તેઓ 11 ભાષા જાણે છે. તેમણે સંસ્કૃતમાં અનેક પુસ્તકો લખ્યા છે. નવાઈની વાત એ છે કે આટલી મોટી જવાબદારી નિભાવતા જયંતીજી ગુજરાતી ભજનો ખૂબ સારા ગાય છે. ‘મેરુ તો ડગે પણ મન ન ડગે’ તેમનું પ્રિય ભજન છે.
ઉલ્લેખનીય છે કે તેઓ સનદી સેવાઓમાં જોડાયા તે પહેલા આકાશવાણી દિલ્હીમાં યુવવાણી,ઇંગ્લીશ ટોક્સ વગેરે કાર્યક્રમમાં ભાગ લેતા હતા. તેઓ આકાશવાણીના બી હાઈગ્રેડના માન્ય આર્ટિસ્ટ પણ છે. અરે, મોઢેરા સૂર્યમંદિર ખાતે થતા મહોત્સવ દરમિયાન કથક નૃત્ય પણ તેઓએ કરેલું.
સતત સંવેદનશીલ એવા જયંતીજીના પરિવારમાં જીવનસાથી રામ ગોપાલજી, દીકરી કૃપા, દીકરો રામ પણ એવા જ સરળ છે.


Loading...
Advertisement