રાજયમાં ખેડૂતોને ખેતરે જવાની મંજૂરી આપવા ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમરની રજુઆત

30 March 2020 02:01 PM
Amreli
  • રાજયમાં ખેડૂતોને ખેતરે જવાની મંજૂરી આપવા ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમરની રજુઆત

ખેડૂતોને વાડી-ખેતર જતા પોલીસ અટકાવતા પાકને નુકશાન : પુરતી વીજળી આપવા પણ માંગણી

અમરેલી તા.30
લાઠી બાબરાના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પત્ર પાઠવી ખેડૂતો પોતાના ખેતરમાં પાક નું રક્ષણ કરવા જવા માટે મંજૂરી આપવામાં તેવી રજુઆત કરવામાં આવી છે તેઓએ વધુમાં જણાવ્યું હતું કે દેશ અને વિશ્વમાં કોરોના વાયરસે હાહાકાર સર્જ્યો છે તેની અસર ગુજરાતમાંમાં ખુબજ છે રાજ્ય સરકાર અને રાજ્યનું વહીવટી તંત્ર રાજ્યમાં વધુ કોરોના વાયરસ પ્રસરે નહિ તેની પૂરતી તકેદારી અને કાળજી રાખી રહી છે તે આવકાર્ય છે હાલ કોરોના વાયરસના કારણે દેશમાં અને રાજ્યમાં લોક ડાઉન ની સ્થિતિ છે જેની સીધી અસર ખેડૂતોમાં વધુ જોવા મળી રહી છે કારણ કે હાલ લોકડાઉનના કારણે ખેડૂતોને પોતાની વાડી અને ખેતરમાં જતા પોલીસ દ્વારા અટકાવવામાં આવી રહ્યા છે જેના કારણે ખેડૂતો ભયભીત બની પોતાના ખેતર સુધી જઇ નથી શકતા જેના કારણે મહામહેનતે પાક ને નુકશાન થયું રહ્યું છે હાલ શિયાળા પાક ની કામગીરી ખેતરમાં ચલી રહી છે તેમાં મોટો અવરોધ ઉભો થઇ રહ્યો છે ધારાસભ્ય ઠુંમરે ખેડૂતોને પોતાના ખેતર થતા વાડીમાં પાકના રક્ષણ માટે જવાની ની મંજૂરી આપવાની સાથે પૂરતી વીજળી આપવામાં આવે તેમજ પશુઆહાર લેવા જતા ખેડૂતોને પણ પૂરતો સહકાર આપવામાં આવે તેવી પ્રબળ માંગ કરવામાં આવી છે.


Loading...
Advertisement