પ્રેમિકાના ભાઇની ધારદાર છરાથી ગળુકાપી હત્યા : પ્રેમીની સંડોવણી ખુલી

30 March 2020 12:07 PM
kutch Crime Gujarat
  • પ્રેમિકાના ભાઇની ધારદાર છરાથી ગળુકાપી હત્યા : પ્રેમીની સંડોવણી ખુલી

કચ્છના બંદરીય વિસ્તાર મુંદ્રામાં બનેલ બનાવથી હાહાકાર

ભૂજ તા.30
કચ્છના બંદરીય મુંદરાના શક્તિનગરની લેબર કોલોનીમાં પ્રેમિકાના ભાઈ સાથે થયેલી ઉગ્ર બોલાચાલીમાં પ્રેમીએ આવેશમાં આવી જઈને પ્રેમિકાના ભાઈનું
ગળું છરીથી રહેંસી નાખતાં 22 વર્ષના યુવકનું મોત નીપજ્યું છે.

મુંદરા પોલીસે હત્યારા પ્રેમીને દબોચી લીધો છે. હત્યારો અને મૃત્યુ પામનારો ઝારખંડના એક જ ગામના વતની છે. ગત શનિવારના સાંજે ચાર વાગ્યાના અરસામાં આ ઘટના બની હતી.

આરોપી કર્મપાલ રામદાસ ભગતને પડોશની ઓરડીમાં રહેતા કર્મા ગોદા ઉરાવ નામના યુવકની બહેન જોડે લાંબા સમયથી પ્રેમસંબંધ હતો. જે અંગે હતભાગી કર્મા ઉરાવને ખબર હતી.

દરમિયાન, આજે સાંજે બહેનને ’લોકડાઉન’વચ્ચે ફરવા લઈ જવા મુદ્દે કર્મા અને કર્મપાલ વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં ઉશ્કેરાઈને કર્મપાલે કર્માના ગળા પર છરી મારી દેતાં ધોરી નસ કપાઈ જતાં ગંભીર ઈજાથી કર્માનું મોત નીપજ્યું હતું. હત્યાના બનાવ અંગે પોલીસે હતભાગીના પરિચિતની ફરિયાદ નોંધી આરોપીને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.


Loading...
Advertisement