કોરોનાના નામે ઠગતા સાઈબર ઠગોથી સાવધાન

30 March 2020 10:57 AM
India Technology
  • કોરોનાના નામે ઠગતા સાઈબર ઠગોથી સાવધાન

કોરોનાના નામે ઓનલાઈન ઠગાઇની ડઝનબંધ ફરિયાદો: ઓનલાઈન ઓર્ડર પર દવાઓ, જરૂરી સામગ્રી પહોંચાડવા તેમજ દાનની ટહેલ નાખતા સાઈબર ઠગો : અજાણી લિંક ન ખોલો અથવા તપાસ કરો

નવી દિલ્હી,તા. 30
ઠગ લોકો કોરોના સંકટની મુશ્કેલ ઘડીમાં પણ લોકોને છેતરવાનું ચૂકતા નથી. સંક્રમણને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલ લોકડાઉનનાં સાઈબર ઠગો ગેરલાભ ઉઠાવી રહ્યા છે,લોકોમાં કોરોનાને લઇને ફેલાયેલ ડરની આડમાં લોકોને આવા ઠગો છેતરી રહ્યા છે તો કોઇ કોઇના ઇલાજ માટે અપીલ કરી રકમ ભેગી કરી રહ્યા છે. આવા લોકોની સાવધ રહેવા પોલીસે અપીલ કરીછે.

છેલ્લા એક સપ્તાહમાં દિલ્હી પોલીસને આવી ડઝનો ફરિયાદો મળી છે. આવા સાઈબર ઠગોથી બચવા માટે દિલ્હી પોલીસે એક એડવાઈઝરી જાહેર છે. દિલ્હી પોલીસે લોકોને સાવધાન કરતાં જણાવ્યું છે કે કોઇ અજાણી લિંક કે મેલપર ક્લીક ન કરવી. લોકો આવા અજાણ્યા લોકોના કાવતરામાં ફસાઈ ઠગાઇનો ભોગ બની શકે છે. આ સિવાય કોઇને ઓનલાઈન દાન કરતા પહેલાં પણ તપાસ કરવી જરુરી છે.

પોલીસે વધુમાં જણાવ્યું છે કે સાઈબર ઠગ ઓનલાઈન વેબસાઈટ, ઇ-કોમર્સ,સોશિયલ મીડિયાના માધ્યમથી મેડિકલ કે જરુરી ખાદ્ય સામગ્રી ઘર સુધી મોકલવાનો દાવો કરે છે, અને બદલામાં તેમના ખાતામાં ઓનલાઇન પૈસા જમા કરવવાનું કહે છે પરંતુ સામાન પહોંચતો હોતો નથી. કેટલાક સાઈબર ઠગો સ્વાસ્થ્ય સેવાઓ સાથે જોડાયેલા મોટા અધિકારીઓના નામે સંબંધિત લિંક અને ઇ-મેલ મોકલે છે જેનો ઉદેશ પીડિતોનું એકાઉન્ટ હેક કરી તેમાંથી રકમ કાઢી લેવાનો હોય છે.

કેટલાક લોકો ફોન કરી લોકોને પીડિતોની મદદ કરતી સંસ્થાનો સભ્ય માની મદદના નામે પૈસા વસૂલ કરતા હોય છે. ઉલ્લેખનીય છે કે જાન્યુઆરી 2020 સુધીમાં વિશ્વભરમાં લગભગ 4000 ડોમેનનું રજીસ્ટ્રેશન થયું છે. વિશેષજ્ઞો મુજબ આમાં ત્રણટકા ડોમન નકલી છે, જ્યા પાંચ ટકા શંકાસ્પદ છે.

આવા સાઇબર ઠગોથી બચવાનો એક જ રસ્તો છે. શંકાસ્પદ મેલને નખોલો, ઓનલાઈન માધ્યમોથી આવતી માહિતી અને લિંકની તપાસ વિના ન ખોલો, સોશિયલ મીડિયા અને બેન્કીંગ ગતિવિધિ માટે મજબૂત પાસવર્ડ અને બહુ સ્તરીય વિકલ્પનો ઉપયોગ કરો.

એન્ટી વાયરસફિટડેટ અપડેટ રાખો. કોરોનાના નામે કોઇપણ સંસ્થાનું દાન કરતા પહેલા તેની તપાસ કરો. ઇમેલ, વેબસાઈટ, લિંક, ફોનકોલ શંકાસ્પદ હોય તો તાત્કાલિક પોલીસને જાણ કરો.


Loading...
Advertisement