Lockdown Positive : ગુજરાતમાં પ્રથમ કોરોના પોઝિટિવ દર્દીને મળી હોસ્પિટલમાં થી રજા : પરિવાર પણ કવોરન્ટાઈન મુક્ત

29 March 2020 02:23 PM
Ahmedabad Gujarat
  • Lockdown Positive : ગુજરાતમાં પ્રથમ કોરોના પોઝિટિવ દર્દીને મળી હોસ્પિટલમાં થી રજા : પરિવાર પણ કવોરન્ટાઈન મુક્ત

ઘર ની બહાર લાલ રંગ ના બદલે ગ્રીન પોસ્ટર લાગ્યું : ૧૮ માર્ચના હોસ્પિટલમાં દાખલ હતી ૩૪ વર્ષીય યુવતી ના છેલ્લા ૨૪ કલાકમાં બે ટેસ્ટ નેગેટિવ આવ્યા

અમદાવાદ : દુનિયાભરમાં કોરોના વાયરસનાં હાહાકાર વચ્ચે ગુજરાતમાં આજે એક પોઝિટિવ અને ખૂબ જ સારા સમાચાર સામે આવ્યા.

કોરોના વાયરસ દર્દીને આજે હોસ્પિટલમાં થી મળી રજા. ૨૪ કલાકમાં બે કોરોના ના ટેસ્ટ કરાવાયા અને બને નેગેટિવ આવતા તેમને હોસ્પિટલમાં થી રજા અપાઈ છે. આ સાથે તેમના પરિવારના ૧૪ દિવસ કવોરન્ટાઈન પીરીયડ પૂર્ણ થતા હવે તેઓના ઘરની બહાર ગ્રીન પોસ્ટર જોવા મળ્યું જેથી તેઓ હવે આ કવોરન્ટાઈન પીરીયડ માંથી મુક્ત થયા.

૧૮ માર્ચ ૨૦૨૦ આ યુવતી અમદાવાદ ની SVP હોસ્પિટલમાં દાખલ થઈ હતી. તેઓ ફિનલેન્ડ થી પરત ફરી અને લક્ષણો દેખાતા તેમને દાખલ કરવામાં આવ્યા હતાં.

૧૯ માર્ચના તેઓને કોરોના પોઝિટિવ આવ્યું. આજે તેઓ સજા થઈ છે અને SVP હોસ્પિટલના મેનેજમન્ટ દ્વારા તેમને રજા અપાયાની સતાવાર જાહેરાત કરવામાં આવી છે. તેઓ છેલ્લા ૨૪ કલાકમાં બે કોરોના ટેસ્ટ કર્યા જેમાં બંને નેગેટિવ આવતા તેમને ઘરે જવા દેવાયા છે.

Loading...
Advertisement