જામનગર : લોકડાઉનમાં ઘર બહાર ન નીકળી શકતા, કંટાળી યુવાને આપઘાત કર્યો

29 March 2020 02:20 AM
Jamnagar Gujarat
  • જામનગર : લોકડાઉનમાં ઘર બહાર ન નીકળી શકતા, કંટાળી યુવાને આપઘાત કર્યો
  • જામનગર : લોકડાઉનમાં ઘર બહાર ન નીકળી શકતા, કંટાળી યુવાને આપઘાત કર્યો

રાજકોટમાં મજૂરી કામ કરતો હતો, હાલની સ્થિતિ થી રોજગારી બંધ થઈ અને કંટાળી ઘરે ગળે ફાંસો ખાધો

જામનગર :
શહેરના ગોકુલનગર વિસ્તારમાં રહેતા અને રાજકોટમાં મજૂરી કામ કરતા એક યુવાને લોકડાઉનની સ્થિતિથી કંટાળી બહાર નીકળી ન શકાતું હોવાથી પોતાના ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હોવાની વિગત પોલીસમાં જાહેર થઇ છે.
જો કે પરિવારના સભ્યોના જણાવ્યા અનુસાર લોકડાઉનના કારણે રોજગારી ધંધો બંધ થઇ જતા તેઓએ આ પગલુ ભર્યું છે. આ બનાવના કારણે પરિવારમાં શોકનું મોજૂ ફળી વળ્યું છે.
કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે હાલ દેશભરમાં લોકડાઉનને લઇને તમામ શહેરો અને ગામડાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. આવી સ્થિતિ વચ્ચે જામનગરના એક યુવાને તંગ આવી જઇ મોત મીઠુ કરી લીધુ છે.
શહેરના ગોકુલનગર વિસ્તારમાં બ્રજદાસ સોસાયટી પાસે, નવાનગર વિસ્તારમાં રહેતા નરેન્દ્રભાઇ ભીખુભાઇ મંડેરાના પુત્ર કૌશિક (ઉ.વ.21)એ આજે પોતાના ઘરે ગળા ફાસો ખાઇ જીવાદોરી ટુકાવી લીધી છે. આ બનાવ અંગે મૃતકના પિતાએ જાણ કરતા સીટી બી ડીવીઝન પોલીસે ઘટના સ્થળે પહોંચી, મૃતકનો કબજો સંભાળી તેના પિતાનું નિવદેન નોંધાયુ હતું જેમાં હાલ પ્રવર્તમાન લોકડાઉનની સ્થિતિને લઇને ધંધો પડી ભાંગતા રાજકોટથી જામનગર આવી ગયેલા પુત્રએ ઘરથી બહાર કયાંય જવાતુ ન હોવાથી આ પગલુ ભરી લીધું હોવાનું જાહેર કર્યું છે. પોલીસે આ બનાવ સંદર્ભે આગળની કાર્યવાહી હાથ ધરી છે.


Loading...
Advertisement