જૂના માર્કેટ યાર્ડમાં શાકભાજીની દૈનિક 9થી 10 હજાર ક્વિન્ટલ આવક, પરંતુ લેવાલી સાવ ડાઉન !

28 March 2020 04:31 PM
Rajkot Saurashtra
  • જૂના માર્કેટ યાર્ડમાં શાકભાજીની દૈનિક 9થી 10 હજાર ક્વિન્ટલ આવક, પરંતુ લેવાલી સાવ ડાઉન !
  • જૂના માર્કેટ યાર્ડમાં શાકભાજીની દૈનિક 9થી 10 હજાર ક્વિન્ટલ આવક, પરંતુ લેવાલી સાવ ડાઉન !
  • જૂના માર્કેટ યાર્ડમાં શાકભાજીની દૈનિક 9થી 10 હજાર ક્વિન્ટલ આવક, પરંતુ લેવાલી સાવ ડાઉન !
  • જૂના માર્કેટ યાર્ડમાં શાકભાજીની દૈનિક 9થી 10 હજાર ક્વિન્ટલ આવક, પરંતુ લેવાલી સાવ ડાઉન !

વેપારીઓ-દલાલો અને જનતાએ કોરોનાનાં ભયથી યાર્ડે આવવાનું ટાળ્યું : શેરીઓમાં પણ ફેરીયા ઉતરી પડતા યાર્ડે લેવાલી ઘટી ગઇ

રાજકોટ,તા. 28
રાજકોટમાં હાલ કોરોનાને પગલે સર્વત્ર દહેશતનો માહોલ છે અને લોકોને તા. 14 એપ્રિલ સુધી ઘરમાં જ રહેવાનો હુકમ છે. ત્યારે, જીવન જરુરી ચીજવસ્તુઓનો વ્યાપક સંગ્રહ થઇ રહ્યો છે. પરંતુ છેલ્લા બે દિવસથી રાજકોટનાં જૂના માર્કેટ યાર્ડ ખાતે ઉલ્ટી ગંગા જેવો ઘાટ ઘડાયો છે. આ માર્કેટ યાર્ડ ખાતે વ્યાપક અને જંગી માત્રામાં શાકભાજી ખેડૂતો દ્વારા ઠલવાઈ રહ્યા છે. પરંતુ લેવાલ સાવ ઘટી ગયા હોય, શાકભાજી વેંચાયા વિના પડ્યા રહેતા હોય ખેડૂતોનો મરો થઇ રહ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, લોકડાઉનની શરુઆતમાં રાજકોટમાં શાકભાજીની અછત સર્જાઈ હતી. અને શાક માર્કેટ તથા યાર્ડમાં ગીર્દી વધી જવા પામી હતી. આથી તંત્ર વાહકોએ શાકભાજીનાં ફેરીયાઓ શેરીઓ-ગલીઓમાં ઉતરી પડવા સૂચના આપતા હાલ શેરીએ ગલીએ આસાનીથી શાક બકાલુ મળવા લાગ્યું છે.

આ ઉપરાંત શાકભાજીનો પુરવઠો જાળવવા સરકારી તંત્રએ બહારથી આવતા ધંધાર્થીઓ અને ટ્રકોને નહીં અટકાવવા સૂચના આપી છે. આથી રાજકોટમાં શાકભાજજીની વ્યાપક આવક થવા લાગી છે. બીજી તરફ નગરજનોએ શાકભાજીનો પણ સપ્તાહનો સંગ્રહ કરી લીધો છે.

આથી શાકભાજીની ડિમાન્ડ હાલ સાવ ઘટી ગઇ છે. આ ઉપરાંત શહેરની હોટલ રેસ્ટોરન્ટો કે જે સૌથી વધુ શાકભાજીનો ઉપાડ કરતી તે પણ હાલ લોકડાઉનનાં કારણે બંધ હોય શાકભાજી વધી પડવા લાગ્યું છે.

શહેરનાં જૂના માર્કેટ યાર્ડ ખાતે આજે પણ શાકભાજી લઇ 500થી 700 ખેડૂતો આવ્યા હતાં. પરંતુ, કોઇ લેવાલ નજરે પડ્યું ન હતું. આ અંગે યાર્ડનાં સત્તાવાળાઓનો સંપર્ક સાધતાં તેઓએ જણાવેલ હતું કે મોટી સંખ્યામાં ખેડૂતો શાકભાજી લઇને આવે છે. પરંતુ લોકો અને ખાસ કરીને વેપારીઓ તથા દલાલો, કોરોનાનાં ડરનાં હિસાબે યાર્ડ ખાતે આવતા અટકવા લાગ્યા છે. યાર્ડનાં સત્તાધીશો એવું પણ જણાવે છે કે જૂના યાર્ડ ખાતે દૈનિક ડુંગળી-બટેટા સહિત અંદાજે 9 થી 10 હજાર ક્વીન્ટલ શાકભાજજી આવે છે પરંતુ લેવાલી સાવ ઘટી જવા પામી છે.


Loading...
Advertisement