માસ્ક પહેર્યા વિના આવતા ગ્રાહકોને પેટ્રોલ પંપ પર ઇંધણ નહીં અપાઈ

28 March 2020 12:46 PM
Surat Gujarat
  • માસ્ક પહેર્યા વિના આવતા ગ્રાહકોને પેટ્રોલ પંપ પર ઇંધણ નહીં અપાઈ

કારચાલકોને નીચે નહીં ઉતરવાનું : સુરતમાં પેટ્રોલ પંપ સંચાલકોએ નિયમો ઘડયા

સુરત,તા. 28 : દેશવ્યાપી લોકડાઉનને કારણે પેટ્રોલ-ડિઝલનો ઉપાડ તળીયે પહોંચ્યો છે. પેટ્રોલ પંપો પણ બપોરે ચાર વાગ્યા સુધી જ ખુલ્લા રાખવાનું નક્કી થયું છે. હવે પેટ્રોલ પંપ સંચાલકોએ લોકડાઉન વચ્ચે પણ ઇંધણ પુરાવવા આવતા વાહનચાલકો માટે માસ્ક ફરજીયાત કર્યા છે. માસ્ક પહેર્યા વિના આવતા વાહનચાલકોને ઇંધણ ભરી દેવામાં નહીં આવે. સુરતના પેટ્રોલ પંપ સંચાલકોએ ત્યાં નિયમ લાગુ કર્યાં છે.

દક્ષિણ ગુજરાત પેટ્રોલ પંપ ડીલર્સ એસોસિએશનના નિર્ણય મુજબ માસ્ક પહેર્યા વિના આવતા વાહનચાલકોને ઇંધણ ભરી દેવામાં નહીં આવે તેટલું જ નહીં પેટ્રોલ પંપો પર વાહનચાલકોએ સ્ટાફ સાથે અંતર જાળવવું પડશે.

સંગઠનના પ્રમુખ સુરેશ દેસાઈએ કહ્યું કે પેટ્રોલ પંપો આવશ્યક ચીજવસ્તુઓ હેઠળ આવે છે. કોરોના વાઈરસ માટે નિયમો છે. માસ્ક પહેરવા પણ સુચવાયું છે એટલે માસ્ક પહેર્યા વિના આવતા ગ્રાહકોને ઇંધણ નહીં આપવાનું નક્કી કર્યું છે. કારમાં ઇંધણ પુરાવવા આવતા કારચાલકોને નીચે પણ ઉતરવા દેવામાં આવતા નથી. કર્મચારીઓને પણ અત્યંત કાળજી રાખવા કહેવાયું છે.


Loading...
Advertisement