બોટાદમાં લોકડાઉનની કડક અમલવારી વચ્ચે જરૂરિયાતવાળા લોકોને સહાય અપાઈ

28 March 2020 11:15 AM
Botad
  • બોટાદમાં લોકડાઉનની કડક અમલવારી વચ્ચે જરૂરિયાતવાળા લોકોને સહાય અપાઈ

શહેરમાં દવા છંટકાવ કરતી પાલિકા; તંત્ર ખડેપગે

બોટાદ,તા. 28
શહેરનાં દરેક વિસ્તારમાં દવાનો છંટકાવ માટે નીકળેલા કર્મચારીની આજની સલામ. શહેરના કષ્ટભંજન મેડીકલ સ્ટોર દ્વારા મફત માસ્કનું વિતરણ કરવામાં આવેલ.
બોટાદ શહેર અને જિલ્લામાં હીરા ઉદ્યોગમાં સન્નાટો છવાયો છે. શહેરની હૃદયસમા હીરા ઉદ્યોગ જ્યાં દરરોજ 18000થી 20000 રત્નાકરો ગામડાઓની બોટાદ હીરાબજારમાં કાગડા ઉડે છે.
શહેરમાં તંત્ર દ્વારા જુદી જુદી પાંચ જગ્યાએ શાકભાજીના વેચાણમાં અંતરે ઉભા રહી ખરીદી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. ઝવેરી જીનીંગ એન્ડ પ્રેસીંગ ફેકટરી, ખોડલ મેદાન ગઢડા રોડ, ભાવનગર રોડ, એસટી ડેપો, ગઢડા રોડ વિસ્તારમાં શાકભાજી માટે વ્યવસ્થા કરાયેલ છે. પોલીસ તંત્ર દ્વારા સતત ચોવીસ કલાક પેટ્રોલીંગ કરી જાનના જોખમે ડ્યુટી બજાવી રહ્યા છે ત્યારે આજથી જુદી જુદી જગ્યાએ લોકડાઉન પોઇન્ટ વધારી લોકડાઉનનો કડક અમલ કરાવી શહેરીજનોને ઘરમાં જ રહેવાની અપીલ કરી રહ્યા છે. શહેરના ઘણા જ વિસ્તારોમાં દૂધની ડીલીવરી ડોર ટુ ડોર કરવામાં આવેલ.શહેરના અનેક વિસ્તારોમાં બીસ્કીટ, પાઉં, ટોસ,ગાંઠીયા વગેરે ચીજવસ્તુઓ વિતરણ જરુરતમંદ લોકોને કરવામાં આવેલ.


Loading...
Advertisement