લોકડાઉન વચ્ચે શાળાઓની ‘ફી ઉઘરાણી’

26 March 2020 06:36 PM
Rajkot Education Gujarat
  • લોકડાઉન વચ્ચે શાળાઓની ‘ફી ઉઘરાણી’

બે ખાનગી સ્કૂલોએ 10મી એપ્રિલ સુધીમાં ફી ચુકવવાના મેસેજ પાઠવતા વાલીઓ સ્તબ્ધ

અમદાવાદ,તા. 26
કોરોના સામે જંગનું એલાન કરીને 14મી એપ્રિલ સુધી દેશવ્યાપી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે ત્યારે કેટલીક ખાનગી શાળાઓએ નવા શૈક્ષણિક સત્ર-વર્ષ ફીની ઉઘરાણી શરુ રકતા વાલીઓ પણ સ્તબ્ધ થઇ ગયા છે. શાળાઓએ 10મી એપ્રિલ સુધીમાં ફી રી દેવાના સંદેશા મોકલ્યા છે. વાસ્તવમાં 14મી એપ્રિલ સુધી દેશ લોકડાઉન છે.
ખાનગી શાળાઓએ નવા શૈક્ષણિક સત્ર ફીની ઉઘરાણી શરુ કર્યાના કિસ્સા અમદાવાદમાંથી બહાર આવ્યા છે. આનંદ નિકેતન શીલજ કેમ્પસ દ્વારા વાલીઓને 10મી એપ્રિલ સુધીમાં અને
થલતેજની ઉદ્દગમ સ્કૂલે 7મી એપ્રિલ સુધીમાં ફી ભરવા વાલીઓને સંદેશા પાઠવ્યા છે.
ઉશ્કેરાયેલા કેટલાક વાલીઓ દ્વારા સોશ્યલ મીડિયામાં એવો બળાપો ઠાલવવામાં ાવ્યો હતો કે આવી ખાનગી શાળાના સંચાલકોમાં માનવતા જેવું કાંઇ નથી ? લોકડાઉન વખતે ફી ભરવા કેવી રીતે બહાર નીકળીએ ? આઘાતજનક બાબત એ છે કે બેંકો વ્હેલી બંધ થઇ જતી હોવાનું શાળા સંચાલકોએ સંદેશામાં યાદ પણ કરાવ્યું છે. સુરક્ષા માટે જ સરકારે લોકડાઉનનો આદેશ કર્યો છે જ્યારે વાલીઓ બહાર કેમ
નિકળે ? કોરોનાનો ચેક લાગવાનું જોખમ હોય છે. શાળા સંચાલકોની બેજવાબદારીનો આ નમૂનો છે.
સમગ્ર રાજ્ય કોરોના સામે જંગ લડી રહ્યું છે તેવા સમયે ફીની પઠાણી ઉઘરાણીથી વાલીઓમાં આઘાતની લાગણી ઉભી થઇ છે. શાળાઓએ ફીની ઓનલાઈન ચૂકવણીનો વિકલ્પ આપ્યો છે પરંતુ દરેક લોકો તેનો ઉપયોગ કરતા હોતા નથી. ઘણા લોકો સ્કૂલે રુબરુ જઇને ફી ભરે છે. સ્કૂલ સંચાલકોએ ફી ભરવાની મુદત વધારવી
જોઇએ.
આનંદ નિકેતનના ટ્રસ્ટી કમલ મંગલે કહ્યું હતું કે 31 માર્ચ સુધીમાં ફી ભરવાની મુદત હતી. વાલીઓની વિનંતીથી 10 એપ્રિલ કરવામાં આવી હતી. આ દરમ્યાન લોકડાઉન જાહેર થતાં ફીમાં મુદત વધારો આપવાનું શક્ય બન્યું નહોતું પરંતુ તે વધારી દેવાશે. શિક્ષણાધિકારીએ પણ કહ્યું કે સ્કૂલોને ફી વસૂલાત માટે મુદત વધારાની સુચના અપાશે.


Loading...
Advertisement