અમે સરકારની સાથે સોનિયા: દેશભરમાં ‘ન્યાય’ લાગુ કરો

26 March 2020 05:36 PM
India Politics
  • અમે સરકારની સાથે સોનિયા: દેશભરમાં ‘ન્યાય’ લાગુ કરો

દેશમાં કોરોનાનો જે રીતે વ્યાપ વધતો જાય છે અને તેમાં સરકાર દ્વારા જે પગલા લેવાઈ રહ્યા છે તેને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પૂર્ણ સમર્થન કર્યુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર લખી સોનિયા ગાંધીએ કહ્યું હતું કે 21 દિવસના લોકડાઉનના નિર્ણયને કોંગ્રેસ પક્ષ આવકારે છે. તેઓએ જો કે સરકારને જે ગરીબો અને મજુરો હાલ કોરોના અને લોકડાઉનને કારણે રોજગારી મેળવી શકતા નથી તેને કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરાની ન્યુનતમ આય ગેરંટી યોજના (ન્યાય) લાગુ કરવા ભલામણ કરી છે.


Loading...
Advertisement