ભાજપના સાંસદ જ સોશ્યલ ડીસ્ટન્સના મોદીના આદેશનો ભંગ કરે છે

26 March 2020 05:19 PM
India Politics
  • ભાજપના સાંસદ જ સોશ્યલ ડીસ્ટન્સના મોદીના આદેશનો ભંગ કરે છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારંવાર લોકોને કોરોના સામે લડવા સોશ્યલ ડીસ્ટન્સનું મહત્વ સમજવા અનુરોધ કરે છે પરંતુ ભાજપના સાંસદો તેમના વડાપ્રધાનને પણ ગણકારતા નથી. ઉતરપ્રદેશના ફીરોઝાબાદના ભાજપના સાંસદ ચંદ્રસેન એ પહેલા તો લોકડાઉનનું ઉલ્લંઘન કર્યુ અને ભીડ એકત્ર કરી. તેમની ગાડીની આસપાસ લોકોને ભેગા થવા દીધા અને પછી ગાડીમાંથી માંસનું વિતરણ ચાલુ કર્યુ. અધિકારીઓએ તેમને આ પ્રકારે વિતરણ નહી કરવા અને લોકોને સોશ્યલ ડીસ્ટન્સ તોડવાની ફરજ પડે તેવુ પગલુ ન લેવા જણાવ્યું હતું પણ તેઓ માન્યા નહી અને માંસનું વિતરણ કરીને રૂઆબભેર ચાલ્યા ગયા હતા.


Loading...
Advertisement