શેરબજારમાં સતત બીજા દિવસે તેજી: સેન્સેકસમાં 1500 પોઈન્ટનો ઉછાળો

26 March 2020 04:01 PM
Business India
  • શેરબજારમાં સતત બીજા દિવસે તેજી: સેન્સેકસમાં 1500 પોઈન્ટનો ઉછાળો

મુંબઈ શેરબજારમાં આજે સતત બીજા દિવસે તેજી હતી. કેન્દ્ર સરકારે 1.70 લાખ કરોડનું રાહત પેકેજ જાહેર કરતા સારી અસર થઈ હતી. વિશ્વબજારોની તેજી પણ ટેકારૂપ હતી. શેરબ્રોકરોના કહેવા પ્રમાણે કોરોનાની સ્થિતિમાં કોઈ ફેર નથી પરંતુ આર્થિક સહાય જાહેર થતા મંદીને અટકાવવાનું શકય બન્યુ છે. હજુ ટ્રેન્ડ તો અનિશ્ચિત જ છે.

શેરબજારમાં ઈન્ડુસઈન્ડ બેંક, ભારતી એરટેલ, લાર્સન, બજાજ ઓટો, હીન્દ લીવર, એચડીએફસી, આ,ટીસી, કોટક બેંક, ઈન્ફોસીસ, હીરોમોટો વગેરે ઉંચકાયા હતા.
યસ બેંક, મારૂતી, અદાણી પોર્ટ નબળા હતા.

મુંબઈ શેરબજારનો સેન્સીટીવ ઈન્ડેકસ 1500 પોઈન્ટના ઉછાળાથી 30036 હતો જે ઉંચામાં 30099 તથા નીચામાં 28566 હતો. નેશનલ સ્ટોક એકસચેંજનો નિફટી 410 પોઈન્ટ ઘટીને 8728 હતો જે ઉંચામાં 8749 તથા નીચામાં 8304 હતો.


Loading...
Advertisement