કોરોનાના કહેરના પગલે ગોંડલમાં વેપારીઓને હવે કરીયાણા-શાકભાજીની હોમ ડીલીવરી કરવી પડશે

26 March 2020 10:32 AM
Gondal
  • કોરોનાના કહેરના પગલે ગોંડલમાં વેપારીઓને હવે કરીયાણા-શાકભાજીની હોમ ડીલીવરી કરવી પડશે

પ્રાંત અધિકારીઓએ તાકીદની બેઠક બોલાવી વેપારીઓને તાકીદ કરી

ગોંડલ તા.26
કોરોનાના કહેરની મહામારીના પગલે ગોંડલ પ્રાંત અધિકારી દ્વારા કરિયાણાના, શાકભાજી, દૂધનાવેપારી એસોસિએશનની
તાકીદની મિટિંગ બોલવામાં આવી હતી જેમાં સામાજિક સંસ્થાના આગેવાનો પણ હાજર રહ્યા હતા.
ગોંડલ પ્રાંત અધિકારી રાજેશ આલ દ્વારા લોકોને જીવન જરૂરિયાતની ચીજો કરિયાણા, શાકભાજી દૂધ વિગેરેને લય પ્રાંત કચેરી ખાતે તાકીદની મીટિંગ બોલાવવામાં આવી હતી. તેમાં કડક શબ્દોમાં જણાવાયું હતું કે તમામ વેપારીઓએ ફરજિયાત પણે ચીજ વસ્તુઓ ની હોમ ડિલિવરી કરવાની રહેશે આ માટે તંત્ર દ્વારા વેપારીઓને પાસ આપવામાં આવશે અને પાસ મેળવવા માટે મામલતદાર કચેરીનો સંપર્ક કરવાનો રહેશે.
લોકોને જીવન જરૂરિયાતની ચીજોના ઉત્પાદક જેવાકે ઘઉં વીણાટ, દાળ કઠોળ સોલટિંગ કે ઓઇલ મિલ ચાલુ રાખી શકશે પરંતુ તેઓ એ પણ હોમ ડિલિવરી ને પ્રાધાન્ય આપવાનું રહેશે.તાકીદની આ મિટિંગમાંપી.આઇ.રામાનુજ એલસીબી પીઆઇ.રાણા નગરપાલિકા પ્રમુખ અશોકભાઈ પીપળીયા, રાજેન્દ્રસિંહ જાડેજા કૌશિક ભાઈ પડાળીયા શ્રી રામ હોસ્પિટલ ના ટ્રસ્ટીઓ, કિશોર ગૌસેવા યુવક મંડળ, ગોપાલભાઈ ટોળીયા, ગોરધનભાઈ પરડવા સહિતની નામી અનામી સંસ્થાના આગેવાનો પણ હાજર રહ્યા હતા.
જેમાં રામ હોસ્પિટલ મંદિર ટ્રસ્ટ દ્વારા 1000 ગરીબ લોકોને રાસન ની કીટ ઘરે-ઘરે પહોંચાડવા નું આયોજન કરાયું છે જેમાં તંત્ર દ્વારા સાથ-સહકાર પાસે આ ઉપરાંત પશુધનને ચારો પહોંચતા કરતાં વાહનોને પણ પાસ આપવામાં આવશે તેવું નક્કી થવા પામ્યું હતું.


Loading...
Advertisement