સલાયામાં લોકડાઉનનો કડક અમલ કરવા પોલીસ-વેપારીઓની બેઠક યોજાઈ

26 March 2020 10:30 AM
Jamnagar
  • સલાયામાં લોકડાઉનનો કડક અમલ કરવા પોલીસ-વેપારીઓની બેઠક યોજાઈ

લોકોને વસ્તુઓ પહોંચાડવા મુસ્લિમ યુવાનોની ટીમ તૈયાર

સલાયા,તા. 26
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ગઇકાલથી 21 દિવસ સુધી 14 એપ્રિલ સુધી સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરતા સલાયા પીઆઈ ગઢવી, ચીફ ઓફીસર શેખ, આરોગ્ય અધિકારી અને કસ્ટમ સુપ્રિ. જોષી, મુસ્લીમ જમાતના પ્રમુખ જુનસ રાજા, વેપારી મંડળના પ્રમુખ ભરત લાલની જાહેર મીટીંગ મળેલી.
જેમાં પી.આઈ. ગઢવી દ્વારા લોકડાઉનના કડક અમલની ચેતવણી આપેલી. લોકોએ કામ સિવાય બહાર નીકળવું નહીં. મચ્છી માર્કેટ બંધ કરવી, શાકભાજી વેચાણના સ્થળે બહેનો એકત્ર ન થાય અને લોકોને શાકભાજી સોસાયટીમાં મળે તેવી વ્યવસ્થા કરવા સુચના આપેલ. અનાજ કરીયાણાની દુકાનો ખુલી રાખી લોકોને પુરવઠો મળતો રહે તેમ કરવું. હોમ કવોન્ટાઈનમાં રહેલા 168 લોકોએ બહાર નીકળવું નહીં. તેમજ તેને જરુરી પુરવઠો મળતો રહે તેની જવાબદારી સુન્ની મુસ્લિમ જમાતે યુવક મંડળને સોંપેલી છે.


Loading...
Advertisement