હવે પેટ્રોલપંપ સવારના 8થી સાંજના 4 વાગ્યા સુધી ખુલ્લા રહેશે

26 March 2020 10:29 AM
Ahmedabad Gujarat
  • હવે પેટ્રોલપંપ સવારના 8થી સાંજના 4 વાગ્યા સુધી ખુલ્લા રહેશે

ઈંધણનો પુરવઠો જળવાઈ રહે તે સંદર્ભે નિર્ણય લેવાયો

અમદાવાદ: ગુજરાતમાં લોકડાઉન ઈંધણનો પુરવઠો જળવાઈ રહે તે માટે પેટ્રોલપંપો યથાવત ખુલ્લા રખાયા છે પણ તેમાં ફકત લોકડાઉનનો ભંગ કરવા નાગરિકો ગમે તે સમયે પેટ્રોલ-ડીઝલ-ગેસ પુરાવવા આવતા હોય અને તેનાથી માર્ગો પર ફરી અવરજવર થતી હોવાનું અનુભવ્યા બાદ રાજય સરકારે હવે સવારના 8થી સાંજના ચાર વાગ્યા સુધી જ પેટ્રોલપંપ ખુલ્લા રહેશે તેવી જાહેરાત કરી છે.

લોકડાઉનથી પેટ્રોલ-ડીઝલનો વપરાશ પણ ઘટયો છે તેથી લોકોને હાલ સરળતાથી આ પુરવઠો મળી રહે છે. આ સ્થિતિમાં 8 કલાક પેટ્રોલપંપ ખુલ્લા રહે તેથી કોઈ મુશ્કેલી પડશે નહી.


Loading...
Advertisement