સ્પેનના નાયબ વડાપ્રધાન કાર્મેન કાલ્વોને કોરોના પોઝિટિવ

26 March 2020 01:33 AM
World
  • સ્પેનના નાયબ વડાપ્રધાન કાર્મેન કાલ્વોને કોરોના પોઝિટિવ

૬૨ વર્ષીય સ્પેનનાં નાયબ વડાપ્રધાન કાર્મેન કાલ્વોનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે.

રિપોર્ટ અનુસાર ચાર દિવસથી કાલ્વોની તબિયત ઠીક ન હતી અને તેઓ ઘરમાં આઇસોલેશનમાં રહીને સરકારી કામકાજ કરી રહ્યા હતાં.

બુધવાર રાત્રે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. સ્પેન સરકારે કાલ્વોના સ્ટાફ અને તેમના સંપર્કમાં આવેલા બીજા લોકોને પણ ક્વોરેન્ટાઇનમાં રાખવાનો આદેશ કર્યો છે.

સ્પેનમાં બુધવાર રાત સુધીમાં કોરોનાના 47610 કેસ સામે આવ્યા છે. જ્યારે 3434 લોકોના મોત થયા છે. મૃત્યાંકમાં સ્પેને ચાઈનાને પણ પાછળ રાખી દીધું છે.


Loading...
Advertisement