ફિલપકાર્ટ ગ્રોફર્સ, બીગ બાસ્કેટ અને એમેઝોન કંપનીએ કર્યા શટ ડાઉન

25 March 2020 06:43 PM
India
  • ફિલપકાર્ટ ગ્રોફર્સ, બીગ બાસ્કેટ અને એમેઝોન કંપનીએ કર્યા શટ ડાઉન

ઈ-કોમર્સ કંપનીઓ પર લોકડાઉન ઈફેકટ

દેશમાં કોરોના વાયરસના ફેલાવાને રોકવા જડબેસલાક લોકડાઉન છે. જીવન જરૂરીયાતની ચીજ વસ્તુઓની દુકાનો સિવાયની દુકાનો શોપીંગ મોલ બંધ છે ત્યારે હવે ઓનલાઈન વેપારની ઈ-કોમર્સ કંપનીઓએ પણ તેમની ઓનલાઈન દુકાનો શટ ડાઉન કરી છે જેમાં ફિલપકાર્ટ, ગ્રોફર્સ, બીગ બાસ્કેટ અને એમેઝોનનો સમાવેશ થાય છે.
કોરોના વાઈરસના કારણે ઈ-કોમર્સ સાઈટ ફિલપકોર્ટ પોતાની સેવાઓ અસ્થાયી રૂપે બંધ કરી દીધી છે. ફિલપકાર્ટની સાઈટ પર જવાથી એક મેસેજ મળે છે, જેમાં લખ્યું છે કે અમે અમારી સેવાઓ અસ્થાયી રીતે બંદ કરી છે. અલબત અમે જલ્દી પાછા ફરશું સાથે સાથે ફિલપકાર્ટ ગ્રાહકોને ઘરમાં રહેવા અને સુરક્ષિત રહેવાની સલાહ આપી છે.
ફિલપકાર્ટના પગલે અન્ય ઓનલાઈન શોપીંગ કંપનીઓ ગ્રોકર્સ બીગ બાસ્કેટ અને એમેઝોને પણ પોતાના ઓર્ડર કેન્સલ કરી શટડાઉન કર્યા છે.


Loading...
Advertisement