કયારેક પ્રજા માનતી નથી, કયારેક પોલીસ સમજતી નથી

25 March 2020 06:42 PM
Rajkot
  • કયારેક પ્રજા માનતી નથી, કયારેક પોલીસ સમજતી નથી
  • કયારેક પ્રજા માનતી નથી, કયારેક પોલીસ સમજતી નથી
  • કયારેક પ્રજા માનતી નથી, કયારેક પોલીસ સમજતી નથી
  • કયારેક પ્રજા માનતી નથી, કયારેક પોલીસ સમજતી નથી

દવા, કરિયાણાની વાસ્તવિક જરૂરીયાત માટે નીકળતાં સાચા લોકો કયારેક દંડાય છે : સંખ્યાબંધ લોકો માત્ર ‘ચક્કર’ મારવા અને ખોટા બહાના બતાવીને ફરતા હોવાથી પોલીસ પણ ત્રસ્ત

નોવેલ કોરોના વાયરસની વકરતી સ્થિતિને ધ્યાને લઇ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઇકાલે રાત્રિનાં દેશવાસીઓને સંબોધન કરતા કહ્યું હતું કે કોરોનાને હરાવવા માટે તમામે ઘરમાં રહેવું જરુરી છે. ઘર બહાર લક્ષ્મણ રેખા દોરી લો. આ સાથે તેમણે 21 દિવસ લોકડાઉનની જાહેરાત કરી હતી. દરમિયાન આજરોજ સવારથી રાજકોટમાં દરેક ટ્રાફીક પોઇન્ટ તથા દરેક ચાર રસ્તા પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સવારથી ઘર બહાર નીકળનારાઓને પોલીસ દ્વારા અટકાવી તેમનાં બહાર નીકળવાનું કારણ પૂછવામાં આવ્યું હતું. અને જરુરી કારણ વગર બહાર નીકળેલાં વાહનચાલકો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી હતી. પરંતુ લોકડાઉનની આ સ્થિતિ વચ્ચે કેટલીક એવી વાતો પણ સામે આવી રહી છે કે અનેક કિસ્સાઓમાં લોકોને દવા સહિતની જરૂરી ચીજવસ્તુઓ લેવા જવા માટે બહાર જવાનું થયું હોય તેવા કિસ્સામાં પણ પોલીસ તેમનું કંઇ સાંભળતી નથી અને તેની સામે કડકાઇ પૂર્વક કાર્યવાહી કરી રહી છે. જેથી જરૂરી કામ માટે બહાર નીકળેલા નાગરિકોમાં પોલીસના આ વલણ પ્રત્યે ભારે અસંતોષની લાગણી જોવા મળી રહી છે. તો અનેક કિસ્સાઓમાં એવુ પણ બની રહ્યું છે કે આવી ગંભીર સ્થિતિમાં પણ કેટલાક લોકો સમજવાનું નામ જ લેતા નથી અને કોઇ જરૂરી કામ ન હોવા છતાં માત્ર ચક્કર મારવા બહાર નીકળતાં હોય છે જેથી પોલીસ પણ ત્રસ્ત બની ચૂકી છે અને સાચા કોણ અને ખોટા કોણ તે નક્કી કરવું પોલીસ માટે પણ મુશ્કેલ બની ગયું છે. તસવીરમાં લોકડાઉન પગલે સુમસામ ભાસતા શહેરના રસ્તાઓ તેમજ સવારથી જ લોકડાઉન વચ્ચે પણ ઘર બહાર નીકળવા માટે વિવિધ કારણો રજૂ કર્યા હતાં. કોઇએ ગાંઠીયાના કોથળા બતાવી તો કોઇએ રિક્ષામાંથી હોસ્પિટલના કાગળો બતાવ્યા હતાં. તેમજ થેલો લઇને નીકળેલા લોકોના થેલા પણ પોલીસે ચેક કર્યાં હતાં. જે તસવીરમાં નજરે પડે છે.
(તસ્વીર : અરિવંદ વાઘેલા/દેવાંશ ત્રિવેદી)


Loading...
Advertisement