જંગલેશ્વરના યુવાનને કોરોના નથી છતાં સારવાર આપી અફવા ફેલાવનાર સામે ગુનો નોંધાયો

25 March 2020 06:38 PM
Rajkot
  • જંગલેશ્વરના યુવાનને કોરોના નથી છતાં સારવાર આપી અફવા ફેલાવનાર સામે ગુનો નોંધાયો

જાહેરનામાનો ભંગ કરી ગાંધીગ્રામના નાગેશ્ર્વર ચોકમાં ફરસાણ અને બેકરી ખુલ્લી રાખનાર દુકાનદાર સામે ફોજદારી

કોરોના અંગે કોઈપણ પ્રકારની અફવા ફેલાવવી એ ફોજદારી ગુનો બનશે તેવું પોલીસ કમિશ્નર દ્વારા જાહેરનામું બહાર પાડ્યું હોવાછતાં જંગલેશ્વરના યુવાનને કોરોના વાયરસની કોઇ બિમારી નથી, છતાં સારવારમાં રખાયો છે’...આ પ્રકારનો વિડીયો જંગલેશ્વરના જ યુવાને બનાવી અફવા ફેલાવતાં તેની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
ભકિતનગર પોલીસ મથકના પીઆઇ વી. કે. ગઢવીએ આ બારામાં ફરિયાદી બની જંગલેશ્વરમાં રહેતાં રજાક દાઉદભાઇ કુરેશી વિરૂધ્ધ આઇપીસી 188 તથા જીપીએકટ 135 (1) મુજબ પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કરી કોરોના વાયરસ અંગે અફવા ફેલાવવા સબબ ગુનો નોંધ્યો દાખલ કરાવ્યો છે.
ભકિતનગર પોલીસ સ્ટેશનની હદમાં જંગલેશ્વર ગોસીયા મસ્જીદની સામે સહકાર ચોકમાં રહેતાં નદિમ પિંજારા યુવાનનો કોરોના વાયરસ પોઝિટીવ જાહેર થયો હોઇ તે સારવાર હેઠળ છે. આમ છતાં જંગલેશ્વરના રજાક દાઉદભાઇ કુરેશીએ જંગલેશ્વર-23ની સામે હુશેની ટી-સ્ટોલ નામની દૂકાન પાસે જાહેર જનતામાં 22/03ના રોજ મિડીયાને એવું સંબોધન કર્યુ છે કે-નદિમભાઇને કોરોના વાયરસની કોઇ બિમારી નથી, તેમ છતાં સારવારમાં રાખેલ છે. આ તથા અન્ય શબ્દો ઉચ્ચારી 2 મિનીટ 58 સેક્ધડના વિડીયોમાં તે બોલતો દેખાય છે. આવો વિડીયો અમારા વ્હોટ્સએપ નંબર પર બપોરે બે વાગ્યે આવ્યો હતો. જેથી જાહેરનામાનો ભંગ કર્યા અંગેનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઇ કે.એ.વાળાના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફે નાગેશ્વર સોસાયટી પટેલ ચોકની બાજુમાં આવેલ કેવલ ફરસાણ નામની દુકાન ખુલ્લી રાખી લોકોની ભીડ એકઠી કરી ફરસાણનું વેચાણ કરી અને સ્વચ્છતા ન રાખી ગ્રાહકો માટે સેનેટાઇઝર નહી રાખી જાહેરનામાનો ભંગ કરનાર વેપારી નિલેશ તળશીભાઇ વાડોલીયા (ઉ.40) (રહે. ગાંધીગ્રામ શાસ્ત્રીનગર શેરી નં.17, દોઢસોફુટ રોડ)ની ધરપકડ કરી હતી.
જયારે જામનગર રોડ પર નાગેશ્વર અરીહંત એવન્યુ સી બીલ્ડીંગમાં આવેલી મધુરમ બેકરી ખુલ્લી રાખનારા વેપારી મયંક અનીલભાઇ સોનછાત્રા (ઉ.3ર) (રહે.રઘુવીરપરા (6/7 નો ખુણો રઘુવીરપરા) ની જાહેરનામાના ભંગ બદલ ધરપકડ કરવામાં આવી હતી.


Loading...
Advertisement