દવાઓની સપ્લાય પણ થંભી ગઈ

25 March 2020 06:32 PM
Rajkot
  • દવાઓની સપ્લાય પણ થંભી ગઈ

હાલ મેડીકલ સ્ટોરમાં દવાનો સ્ટોક ઉપલબ્ધ છતા આગામી દિવસોમાં શોર્ટેજ થઈ શકે: કેમીસ્ટ એસો.ની કલેકટરને રજુઆત : મેડીકલ સ્ટોર સંચાલકોને પોલીસની કનડગત અટકાવવા માંગણી

કોરોના વાયરસના પગલે આરોગ્ય સેવા સાથે મેડીકલ સ્ટોરની સુવિધા હાલ અતિ મહત્વની હોય ત્યારે રાજકોટ મહાનગરમાં અમદાવાદ અને કંપનીઓ તરફથી દિવસોમાં મેડીકલ સ્ટોરો પર દવાની અછત થવાની સંભાવના છે. હાલ રાજકોટના તમામ મેડીકલ સ્ટોરમાં જરૂરી દવાઓને સ્ટોક છે પરંતુ હવે દવાનો નવો માલ મંગાવવા છતા નહીં આવતા કપરા સંજોગોનું નિર્માણ થવાની કેમીસ્ટ એસો.ના પ્રમુખ મયુરસિંહ જાડેજા અને વાઈસ પ્રેસી. સત્યેનભાઈ પટેલે ‘સાંજ સમાચાર’ સાથેની ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યુ હતું.
કેમીસ્ટ એસો. રાજકોટ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. જેમાં હાલની લોકડાઉનની પરિસ્થિતિમાં મેડીકલના વેપારીઓ-વિક્રેતાઓ સાથે પોલીસના અસભ્ય વર્તનથી પરેશાન થઈ રહ્યા છે. દવાના વેપારીઓ પર ઈન્ફેકશન લાગવાના ભય અને જાતના જોખમે દેશવાસીઓની સેવા માટે તત્પર છે દવાના વેપારી કે દુકાનનો સ્ટાફ જથ્થાબંધ વિક્રેતા પાસેથી દવા લેવા માટે નીકળે છે અથવા જથ્થાબંધ વિક્રેતાનો માણસ દવાની ડીલીવરી આપવા નીકળે ત્યારે પોલીસ કર્મી પરેશાન કરી અશોભનીય વર્તન સાથે ડરનો માહોલ પેદા થઈ રહ્યો છે આવી પરિસ્થિતિમાં જો મેડીકલ સ્ટોર- દુકાનો બંધ રહેશે તો ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થવાની શકયતા છે મેડીકલ ક્ષેત્રના વેપારીઓ વિક્રેતાઓને પોલીસ અને વહીવટી તંત્ર સાથ સહકાર આપે તેવી અંતમાં માંગણી કરી છે.


Loading...
Advertisement