રાજકોટ : વધુ એક કોરોના પોઝિટિવ કેસ, ગઇકાલે 75 વર્ષીય મહિલા બાદ તેમના પુત્રને પણ કોરોના : શહેરના કુલ ચાર કેસ

25 March 2020 06:28 PM
Rajkot
  • રાજકોટ : વધુ એક કોરોના પોઝિટિવ કેસ, ગઇકાલે 75 વર્ષીય મહિલા બાદ તેમના પુત્રને પણ કોરોના : શહેરના કુલ ચાર કેસ

જાગનાથ પ્લોટ વિસ્તાર નો સતત બીજા દિવસે પોઝિટિવ કેસ : આજે વધુ ૭ દાખલ

રાજકોટ : શહેરમાં આજે વધુ એક કોરોના પોઝિટિવ પોઝિટિવ કેસ નોંધાયો છે. ગઇકાલે ડૉ.યાજ્ઞિક રોડ વિસ્તારના પાસે આવેલ જાગનાથ પ્લોટ વિસ્તારમાં ૭૫ વર્ષીય મહિલાના પુત્રનો રિપોર્ટ આજે પોઝિટિવ આવતા ખળભળાટ મચી ગઇ છે. રાજકોટ શહેરના કુલ કેસ ૪ હોવાનું સામે આવ્યું છે.
ગુજરાતમાં કુલ કેસ ૩૯ થયા છે.
ત્યારે રાજકોટમાં વધુ ૭ લોકોના સેમ્પલ મોકલાયા છે અને તેઓને આઇસોલેશન વોર્ડમાં દાખલ થયા છે.
આજે રાજકોટના ૧૨ સેમ્પલ માંથી ૧૧ નેગેટિવ આવ્યા હતા


Loading...
Advertisement