રૈયાધારની ભરવાડ નવોઢાને અછબડા થયા બાદ તબિયત લથડતા મોત

25 March 2020 06:26 PM
Rajkot Crime
  • રૈયાધારની ભરવાડ નવોઢાને અછબડા થયા બાદ તબિયત લથડતા મોત

નવોઢા રાધુના ત્રણ મહિના પૂર્વે જ લગ્ન થયા હતા:પરિવારમાં અરેરાટી મચી ગઇ

રૈયાધારમાં રહેતી રાધુબેન સંજય જોગરાણા (ઉ.21) નામની ભરવાડ નવોઢાનું બેભાન હાલતમાં મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે.
રાધુબેન સાંજે આઠેક વાગ્યે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ તબિબે મૃત જાહેર કરતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્પિટલ ચોકીના દેવરાજભાઇ નાટડાએ જાણ કરતાં યુનિવર્સિટીના પીએસઆઇ બી. જી. ડાંગરે જરૂરી કાર્યવાહી કરી હતી.
મૃત્યુ પામનાર રાધુબેન બે બહેન અને એક ભાઇમાં વચેટ હતી. ત્રણ મહિના પહેલા જ તેના લગ્ન થયા હતાં.તેના પતિ સંજય દેવાભાઇ જોગરાણા છુટક મજૂરી કરે છે. તેણી હાલમાં માવતરના ઘરે હતી. પિતાનું નામ દેવાભાઇ સાદાભાઇ બાંભવા છે, જે રૈયાધારમાં જ રહે છે.પરિવારજનના કહેવા મુજબ અછબડા નીકળ્યા બાદ રાધુબેનની તબિયત સારી નહોતી રહેતી અને ગઈકાલે બેભાન થઈ ગઈ હતી.
મિલપરામાં રહેતી ક્રિશ્ના નરેશભાઈ ચૌહાણ નામની કિશોરી પોતાના ઘરે બેભાન થઇ જતા સિવિલમા ખસેડવામાં આવતા તેમનું સારવારમાં મોત નીપજ્યું હતું.


Loading...
Advertisement