કોરોના સામે સારવાર સાધનો માટે સિવિલમાં રૂા.50 લાખ આપતા સાંસદ

25 March 2020 06:23 PM
Rajkot
  • કોરોના સામે સારવાર સાધનો માટે સિવિલમાં રૂા.50 લાખ આપતા સાંસદ

મોહનભાઈ કુંડારીયાએ એસ.પી., પોલીસ કમિશ્ર્નર કચેરી માટે પણ રૂા.2-2 લાખ આપ્યા

ગુજરાતમાં જે કોરોનાની સ્થિતિ છે અને આગામી સમયમાં તે વધુ ખરાબ થવાનો ભય છે તે વચ્ચે રાજકોટ જીલ્લાના સાંસદ શ્રી મોહનભાઈ કુંડારીયાએ તેમના મતક્ષેત્રમાં વિવિધ સરકારી દવાખાનામાંથી કોરોના સામે જરૂરી સાધનો અને દવાઓ ઉપલબ્ધ બનાવવા રૂા.1 કરોડની રકમ સાંસદ ભંડોળમાંથી આવશે. જેમાં રાજકોટ સિવિલ માટે રૂા.50 લાખ અને જીલ્લાની સિવિલ હોસ્પિટલ માટે રૂા.5-5 રકમ ફસાઈ છે. આ ઉપરાંત રાજકોટ શહેર પોલીસ કમીશન કચેરીમાં પોલીસદળના જવાનો માટે કોરોના સુરક્ષા સાધનો માટે રૂા.2 લાખ જીલ્લામાં એસ.પી. કચેરીમાં રૂા.2 લાખ તથા મોરબીની એસ.પી. કચેરીમાં રૂા.2 લાખની ફાળવણી કરી છે.


Loading...
Advertisement