શાકભાજી અને દુધની સપ્લાય કરતી ગાડીઓ ન રોકવા માંગ

25 March 2020 06:16 PM
Rajkot
  • શાકભાજી અને દુધની સપ્લાય કરતી ગાડીઓ ન રોકવા માંગ
  • શાકભાજી અને દુધની સપ્લાય કરતી ગાડીઓ ન રોકવા માંગ

કોરોનાને કારણે ખેડૂતોની મુશ્કેલી વધી : કૃષિ ધિરાણ ભરવાની મુદતમાં વધારો કરો : ભારતીય કિસાન સંઘ

ભારતીય કિસાન સંઘ રાજકોટ જિલ્લા અઘ્યક્ષ દિલીપભાઇ સખીયા તથા જિલ્લા મંત્રી પ્રભુદાસ મણવર એક સંયુકત અખબારી યાદીમાં જણાવે છે કે હાલમાં સમગ્ર વિશ્ર્વમાં કોરોના વાયરસે ભરડોલ લીધો છે ત્યારે સમગ્ર દેશમાં પણ વડાપ્રધાનના દીર્ઘદ્રષ્ટિ યુકત નેતૃત્વ હેઠળ જનતા કફર્યુ-લોકડાઉન કે 144ની કલમ જેવા એલાન પણ સ્વયંભુ સફળ બનાવી પ્રજા પર કટીબઘ્ધ બની છે. ત્યારે તેની કેટલીક અસરો કિસાનોને પણ થઇ રહી છે. જેમાં બરાબર ઘણ, ચણા, જીરૂ વિગેરેના ઉત્પાદન બજારમાં લાવવાનો સમયે જ સંપૂર્ણ માર્કેટ યાર્ડ અને વેપારો ઠપ્પ થઇ ગયા છે. ત્યારે લાખો ખેડૂતોએખેતી માટે લીધેલા વાર્ષિક કૃષિ ધિરાણઓ કરવાનો પણ સમય થઇ ગયેલ હોય, જગતનો તાત ચિંતામાં છે. ત્યારે ભારતીય કિસાન સંઘ ગુજરાત પ્રદેશ અઘ્યક્ષ વિઠ્ઠલભાઇ દુધાત્રા અને પ્રદેશ મહામંત્રી બી.કે.પટેલ દ્વારા પત્ર લખીને મુખ્યમંત્રી, કૃષિમંત્રી, સહકાર મંત્રી તેમજ નાબાર્ડ રજૂઆત કરી છે કે આ વિશિષ્ટ પરિસ્થિતિ અને સંજોગોને ઘ્યાનમાં લઇ આવવા કૃષિ ધિરાણ નહી ગણવા અને આ સમયગાળામાં પરિસ્થિતિની સમીક્ષા કરી 30/4 સુધી કે જરૂર પડે વધુ સમય માટે લંબાવી આપવા ખાસ કિસ્સામાં નિર્ણય લઇ અથવા કે ક્ધવર્ઝન કરી આપવા જેવા નિર્ણયો કરવા પડે તેમ છે. એવી રજુઆત આ ઉપરાંત ડુંગળી સહિત શાકભાજી તે ઉત્પાદન પછી બગડી જાય તેવી જીવન જરૂરીયાતની ચીજો હોય તેના સપ્લાયની ગાડીઓ પણ રોકવાની ફરીયાદો મળી રહી છે. ત્યારે સરકાર અને વહિવટી તંત્રને ભારતીય કિસાન સંઘની અપીલ કરી સહયોગ આપવા જણાવેલ છે. કાર્યકર્તાઓને જરૂર પડી એ કોઇપણ સેવા ફરજ બજાવવા સતત સ્થાનિક વહિવટી તંત્ર સાથે સંતુલન રાખવા હાકલ કરેલ છે.
ભારતીય કિસાન સંઘ રાજકોટ જિલ્લા પ્રમુખ દિલીપભાઇ સખીયા, રમેશભાઇ ચોવટીયા, પ્રભુદાસભાઇ મણવર, ભરતભાઇ પીપળીયા, જીવનભાઇ વાછાણી, મનોજભાઇ ડોબરીયા, ઠાકરશીભાઇ પીપળીયા, રમેશભાઇ હાપલીયા, પરેશભાઇ રૈયાણી, ધર્મેશભાઇ સોરઠીયા, બચુભાઇ ધામી, મધુભાઇ પાંભર, શૈલેષભાઇ સીદપરા, અશોકભાઇ મોલીયા, ભાવેશભાઇ રૈયાણી, જાગાભાઇ ઝાપડીયા, કિશોરભાઇ લક્કડ, વિનુભાઇ દેસાઇ, કિશોરભાઇ સગપરીયા, કાળુભાઇ, રમેશભાઇ લક્કી, મુકેશભાઇ રાજપરા, ભૂપતભાઇ પટેલ, શાંતિલાલ વેગડ, જમનભાઇ પાગડા, વિછનુભાઇ દેસાઇ તેમજ જીલ્લા અને તાલુકાના કાર્યકર્તા તથા તમામ ખેડૂતોની માંગણી છે.


Loading...
Advertisement