કોરોના આઇસોલેશન વોર્ડમાં તૈનાત ડોકટર દંપતીએ રાજીનામુ આપી દીધું

25 March 2020 06:04 PM
India
  • કોરોના આઇસોલેશન વોર્ડમાં તૈનાત ડોકટર દંપતીએ રાજીનામુ આપી દીધું

ઝારખંડની સરકારી હોસ્પિટલનો બનાવ : ડોકટર દંપતીને તુરંત ડયુટી જોઈન્ટ કરવા આદેશ અન્યથા એફઆઈઆરની ચેતવણી

સિંહભૂમ (ઝારખંડ) તા.25
કોરોના સામે ફાઈટ કરીને દર્દીઓ માટે આજકાલ તબીબો દેવદૂત સમા બની રહ્યા છે ત્યારે ઝારખંડના પશ્ર્ચિમ સિંહભૂમ જિલ્લાની એક સરકારી હોસ્પિટલમાં એક ડોકટર દંપતિએ નોકરીમાંથી એટલા માટે રાજીનામુ આપ્યું હતું કે તેમની ડયુટી કોરોના આઈસોલેશન વોર્ડમાં લગાવાઈ હતી, અધિકારીઓના જણાવ્યા અનુસાર ડોકટરે પોતાની પત્નીની સાથે વોટસએપ સંદેશના માધ્યમથી આ બારામાં જાણકારી આપીને બાદમાં ઈ-મેલ પણ કરેલો.
પશ્ર્ચિમ સિંહભૂમ જિલ્લાના સિવિલ સર્જન ડો. મંજુ દુબેએ જણાવ્યું હતું કે તેમણે ડો. આલોક તિર્કીને 24 કલાકમાં ડયુટી જોઈન્ટ કરવાનું અલ્ટીમેટમ આપ્યું હતું. અન્યથા તેમની સામે ઝારખંડ મહામારી રોગ વિનિમિયન 2020 અને મહામારી રોગ અધિનિયમ 1897 અંતર્ગત તેમની સામે એફઆઈઆર થશે તેમ તેમને જણાવ્યું હતું. ડો. દુબેએ જણાવ્યું હતું કે તિર્કી દંપતી સિવાય હોસ્પિટલમાં અન્ય 23 ડોકટરોને ડયુટી સોંપાઈ હતી પણ કોઈએ રાજીનામું આપ્યું નથી કે કોઈએ રજા પણ નથી માંગી. જયારે ડો. તિર્કીએ પોતાના રાજીનામામાં પત્ની ડો. સૌમ્યાની સ્વાસ્થ્ય સમસ્યાનો હવાલો આપ્યો છે.


Loading...
Advertisement